“શાહ” સાધુ કે રાજા? : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ગુજરાત ભારત રાજનીતિ વિશેષ સમાચાર

આપણા દેશમાં વર્ષોથી અટક રાખવાનો અને તેથી કુટુંબને ઓળખવાનો રિવાજ છે. પ્રાચીનકાલમાં રઘુવંશ, સૂર્યવંશ, ચંદ્રવંશ એ પ્રમાણે તે વંશમાં જન્મેલા સર્વે પોતાના વંશને નામે ઓળખાતા. વેદકાલમાં બ્રાહ્મણો ગોત્ર અને શાખાઓ તથા રાજપૂતો પોતાના કુળ મુજબ ઓળખાતા. સમય જતાં સ્થળ, ગામ, પૂર્વજો વગેરેને આધારે અટકો બનતી ગઈ.

હમણાં કેટલાક મહાનુભાવો રાજકીય રીતે અમીત શાહ – ભાજપ પ્રમુખની “શાહ” અટકને વિવાદ નો વંટોળ ઊભો કરી રહ્યા છે. આ વિવાદ ઊભો કરનારાઓ પોતે પાયા વિહોણા ઈતિહાસ રજૂ કરે છે. ભારતના વિવિધ રાજ્યોમાં હિન્દુ સમૂદાયમાં ધંધા આધારિત અટકો હોય છે. ખાસ કરીને ગુજરાતમાં આવી અટકો જોવા મળે છે. આ અંગે ‘ગજરાતી અટકોનો ઈતિહાસ’ ઈ. સ. ૧૯૪૨માં પ્રગટ થયેલો.

જેમાં ‘શાહ’ અટક માટે આધારભૂત માહિતી આપેલી છે. એમાં જણાવ્યા મુજબ – સ્વ. શ્રી નવલરામ લક્ષ્મીરામે ગુજરાતની મુસાફરીના વર્ણનમાં અમદાવાદી શાહનો જે ઉલ્લેખ કર્યો છે તે નોંધપાત્ર છે :કવિ કહે છે કે, “અમદાવાદમાંથી : ગઈ પાદશાહી ઘણા દિવસથી, પણ શાહે રંગ રાખ્યો રે., બાંધી સાડા ત્રણ તાંતણે શહેરનો., ધંધો ધોકારે રાખ્યો – રમીએ ગુજરાતે.”- અમદાવાદમાંથી મુસ્લિમ સત્તા ચાલી ગયાં છતાં શાહ એટલે વણિક લોકોએ અમદાવાદની આબરૂ સૂતર-રેશમના વણાટ ઉદ્યોગથી ટકાવી રાખી. હજી એ જ ‘શાહ’ લોકો સૂતરને તાંતણે અમદાવાદનો ધંધો ધમધોકાર ચલાવી રહ્યા છે.

ગુજરાતમાં શાહ અટક વણિક સમૂદાયમાં વિશેષ જોવા મળે છે. ગુજરાતમાં દરેક વણિકના નામની આગળ ‘શાહ’ ઉપનામ લગાડવામાં આવે છે. જો ધંધા આધારિત તેની બીજી કોઈ અટક હોય, તો તેના નામને અંતે શાહ મુકાય છે. જેમકે, કોઈ મોતીનો વેપાર કરતો હોય તો તેની અટક ભલે ‘મોતીવાળા’ ગણાય, પણ તેનું પૂરૂ નામ તો ‘શાહ ચંદુલાલ વીરચંદ મોતીવાળા’ લખાય છે. મુસલમાનોમાં પણ શાહ અટક છે. આ શાહ અટક શા ઉપરથી પડી તે અંગે અનેક તર્ક વિતર્કો થયા છે. મૂળ ‘સાધુ’ શબ્દ લોકની બોલીમાં સાહુ થયો, અને તે ઉપરથી ‘સાહ’ અને આજનો ‘શાહ’ શબ્દ બોલાવા અને લખાવા લાગ્યો એમ મનાય છે. આ ઉપરથી તે જમાનામાં વેપારી લોકો પણ સાધુચરિત હશે. જાણીતી સત્યનારાયણની માહાત્મ્ય કથામાં ‘સાધુ વાણિયો’ આવે છે. સાધુ વાણિયો એ સદ્ ગૃહસ્થ વાણિયો. ‘શાહ’ શબ્દ સાધુમાંથી ઉતરી આવેલો માનીએ તો વણિક લોકોને માટે તે ગૌરવ ભરેલું ગણાય. કેટલાકનું માનવું છે કે સાધનવાળો અથવા સાધનો વેચનારો સાધુ કહેવાય, અને એ રીતે વેપારી લોકો એ જ અર્થમાં સાધુ કહેવાતા અને તેમાંથી “શાહ” અટક બની. -: પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *