માંદગીના મૂળ : ડૉ. હિતેન સુવાગીયા.

ગુજરાત ભારત વિશેષ સમાચાર

અનિત્ય અને અસ્થિર આ જગતમાં જીવન ક્ષણભંગુર છે. આવી વ્યાપક અસ્થિરતામાં જીવનમાં બે પાસાં છે : આરોગ્ય અને માંદગી. માંદગીના મૂળોની વચ્ચે જ જીવતો મનુષ્ય માંદગીના સકંજામાંથી પોતાને કેમ ઉગારી શકે એ એક વ્યક્તિગત સમસ્યા છે. તેમ કરવા તેને સામર્થ્ય અને પ્રેરણા પ્રાપ્ત થાય, તે જાગૃત બની નીરોગી જીવન જીવવાની આવશ્યક વૃત્તિવાળો બને એ જ મૂળભૂત ધ્યેય. જીવનના બે અંતિમ છેડા છે : જીવન અને મૃત્યુ. આ બંનેની વચમાં માંદગીના આંટાફેરા થયા કરે છે. કાચી માટીના કુંભ જેવી આપણી કાયા ઉપર રોગો ઝળૂંબે છે. શરીરની આળપંપાળ કરવા છતાં ય એની ઝાપટ તો લાગે છે, પરિણામે નાની કે મોટી, લાંબી કે ટૂંકી માંદગીમાં આપણે પટકાઈ પડીએ છીએ. માનવીને માંદગી થવાના વલણમાં અને તેની પ્રતિક્રિયામાં ઘણાં કારણો રહેલાં રહેલાં છે. પહેલું કારણ તો પૂર્વજોનાં બળ અને અશક્તિ તેને વારસામાં મળે છે. પછી સગર્ભાવસ્થાના વિકાસ દરમિયાન માતાના પોષણ અને સુખાકારીની અસર પડી છે. બાળકની જિંદગીની કટોકટીનાં પ્રથમ ત્રણ વર્ષ માતાની કાળજી અને સંભાળ હેઠળ તેનું જીવન પાંગરે છે. આમા જિંદગીની શારીરિક અને સંવેદનાઓની કટોકટી ઉમેરાય છે. આ બધાને પહોંચી વળવા તેને વારસાગત અને મેળવેલી પ્રતિકાર શક્તિ મળેલાં છે. વધારામાં વિજ્ઞાાન અને સમાજે આપેલાં કૃત્રિમ સાધનો પણ છે. ઉપરાંત આરોગ્યમય જીવવા માટે અનુભવના પાઠ તેણે અમલમાં મૂકવાનું શીખવાનું છે. છેલ્લે મન અને શરીરનું વર્તન આરોગ્યને અસર કરનારું છે. શારીરિક કારણોસર માનસિક ઉદ્વેગ ઉપજે છે તો તે ઉદ્વેગ સુસ્તી આણનાર છે. આ માટે પ્રથમ તો રોગ થવાનાં કારણોની જાણકારી હોવી જરૂરી છે, જે જ્ઞાાનને અમલી બનાવવાથી રોગના સકંજામાં આવી ન પડાય. રોગને શરૂઆતમાં જ પકડવો જોઇએ. તેને સૌ પ્રથમ પકડનાર – અનુભવનાર તો રોગી જાતે જ છે. ડૉક્ટર તો રોગની પરખ કરી ચિકિત્સા કરનાર છે. જે માણસ પોતાનું સુખ – આરોગ્ય અને આયુષ્યને ઈચ્છતો હોય તેણે રોગોની ઉત્પત્તિ કે રોગોની શરૂઆતમાં જ તેનો ઈલાજ કરવો જોઈએ. રોગ નિવારણ માટે ચાર બાબતો અગત્યની મનાય છે. પાણી અને ખોરાકની શુધ્ધતા, મળનો યોગ્ય નિકાલ અને ચેપી રોગો ઉપર અંકુશ. રોગ નિવારણની રીતો મુજબની અદ્ભૂત ઔષધોની શોધથી માનવીએ રોગો ઉપર અજબ અંકુશ મેળવ્યો છે. હવે તો એવી આરોગ્ય ક્રાંતિ આવી છે કે જેમાં રોગો-રોગચાળા ઉપરના વિજયની વાત આરોગ્ય અને સુખાકારીની વિશાળ ભાવના સુધી આગળ વધી છે. ડૉ. હિતેન સુવાગીયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *