ધોરાજીના રીલાયન્સ પેટ્રોલપંપ પરના કર્મચારીના અણછાજતુ વર્તન છુટા પૈસાછે? તોજ પેટ્રોલ મળશે.

ઓટોમોબાઇલ ગુજરાત વિશેષ સમાચાર

ધોરાજી બાયપાસ પર જેતપુર તરફના નેશનલ હાઈવે પર આવેલા રીલાયન્સ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ ભરનાર કર્મચારી ની તોછડી જીભ ગ્રાહકોને મુશ્કેલીમાં મુકી રહી છે “ચા કરતા કીટલી ગરમ” ની કહેવત આ કર્મચારી ને યથાર્થ લાગુ પડે છે ત્યારે ફરી આજે આ કર્મચારીએ પોતે જાણેકે લશ્કરનો મેજર હોય તેમ ગ્રાહકોને શીસ્તના પાઠ ભણાવતો હોય તેવુ વર્તન ફરી કર્યુ હતુ અને ગ્રાહક તરીકે આ લખનારને કડવો અનુભવ ફરી થયો છે પંપ પર અન્ય વાહનો ન હોવા છતા આ કર્મચારીએ મનમાની કરી હતી અને રોફ જમાવતા જમણી સાઈડ નહી આ તરફ ડાબી સાઈડ તમારૂ વાહન ફેરવીને લાવો અને છુટા પૈસા હોય તોજ પેટ્રોલ મળશે એકજ પેટ્રોલ પંપપર જમણી કે ડાબી સાઈડ એ વ્યવસ્થા માટે વ્યાજબી છે પરંતુ વાહનોજ ન હોય ત્યારે આનું શું મહત્વ?? છુટા પૈસા નહોયતો પેટ્રોલ નથી નું જણાવતા અંતે પંપની ઓફીસમાં મેનેજર ને આ બાબતે આ કર્મચારી વિષે ઉગ્રભાષામાં જણાવવું પડ્યુ શું પેટ્રોલપંપ પર છુટા પૈસા હોય તોજ ગ્રાહકોને વાહનમાં પેટ્રોલ ભરીદેવાનું એવો કોઇ નિયમ હોય છે??? બાઈકમાં બે કે ત્રણ લીટર પેટ્રોલ ભરાવનાર ગ્રાહક પાસે છુટા પૈસા ન હોય તો શું પેટ્રોલ વાહનમાં નહી ભરીદેવાનું?? અને મેનેજર પણ તોછડાઈ વાપરે અને કહે કે અમે નથી કહેતા કે અમારા પંપ પરજ પેટ્રોલ ભરાવો આવી તોછડી જીભ વાપરનારા જ રીલાયન્સ કંપની એ રાખ્યા છે કે શું?

આવડી મોટી કંપનીના પેટ્રોલ પંપ પર છુટા પૈસા તેમને રાખવા અને ગ્રાહકોને પરેશાન ન કરવા એવા મેનેજમેન્ટના પાઠ કંપની કે તેની એજન્સી લેનાર જેતે વ્યક્તિ એ તેમના કર્મચારીઓ ને ભણાવ્યા લાગતા નથી ગ્રાહકો સાથે તોછડાઈ ભર્યુ વર્તન કરવાના કેટલાયે ભોગ બન્યા હશે એતો ખબર નથી પરંતુ મને ખુદને આ ચોથો અઘરો અનુભવ થયો છે. અપમાનજનક વ્યવહાર કરતા આવા પંપ સંચાલકો સામે ગ્રાહકોએ પોતેજ તેનો તિરસ્કાર કરવો જોઈએ અન્યથા આવીજ મનમાની કરતા આવાલોકો ને કાયમી સહન ગ્રાહકોએ કરવા પડશે ગ્રાહક છે તો બિઝનેસ છે ગ્રાહકો સાથે તોછડાઈ કરવી એ શું આ લોકોએ ઠેકો રાખ્યો છે? આવાતો કેટલાયે સંકેલાઈ ગયેલાના દાખલા મોજુદ છે આ સાથે એક ચેલેન્જ પણ આપુ છુ આ પંપના જે કોઇ સંચાલક કે મેનેજમેન્ટ કરતા હોય તેમને હવે પછી ના તમારા પંપના કર્મચારીના તોછડા વર્તન વિશે કોઇ પણ ગ્રાહક દ્વારા પણ જાણવા મળશે એટલે આગળ શું કરવુ એ હું જાણું છું તસવીર અહેવાલ રશમીન ગાંધી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *