થોડુંક લકી,ને ઝાઝું અનલકી હોય છે. -મિત્તલ ખેતાણી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

પ્રારબ્ધ અનલકી હોય છે

પ્રારબ્ધ નું ક્યાં કંઈ નક્કી હોય છે.
થોડુંક લકી, ઝાઝું અનલકી હોય છે.

આપે વ્હાલ સૌને,ક્યાં કંઈ જોઈતું,
બાળક માટે એટલે જ,એ લકી હોય છે.

છે સાલ્લું અસલ માણસ જેવું ગરજાઉ
આજે નફરત,ને કાલે બકી હોય છે.

પીગળે-બદલે દિલ થી કોઈ પ્રાર્થે તો,
જ્યોતિષી માટે જ, એ જક્કી હોય છે.

ગોતવો રેઇનકોટ,ના નિકળવું બહારે,
વેધરશાળાની ઉઘાડની,જ્યારે વકી હોય છે.

અમિતાભના હસ્તમાં ય ક્યાં છે રેખા,
જશરેખા એની જયા, થકી જ હોય છે.

હોય એ ઓનલાઇન ત્યારે પાસવર્ડ ભુલાય,
તો ક્યારેક નેટ ની ,કેવી નોટંકી હોય છે.

પ્રારબ્ધ નું ક્યાં કંઈ નક્કી હોય છે.
થોડુંક લકી,ને ઝાઝું અનલકી હોય છે.

-મિત્તલ ખેતાણી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 68
 •  
 •  
 •  
 •  
 •  
  68
  Shares
 • 68
  Shares

Leave a Reply