જેશીપરા પરમાર પરિવાર પરીચય પુસ્તકનું વિમાેચન.

કલા સાહિત્ય ગુજરાત વિશેષ સમાચાર

મુળી નાયાણીપાનો
એક ભાગ એટલે દીગસર ભાયાત જેશીપરા પરમાર પરીવાર. આ પરીવાર માટેની માહીતી એકાદ વર્ષથી મુળી ઠાકોર સાહેબ શ્રી જીતેન્દ્રસિંહજી પરમારનાં P. A. તથા મુળી ચોવીસીનાં અાગેવાન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર અેકઠી કરી રહયા હતા અને એના પરીણામ સ્વરુપે
કાળીચૌદશનાં દિવસે તેમનાં પરીવારના સુરાપુરા દાદા જે રાજસિતાપુરની બાજુમાં પથુગઢ ગામે બીરાજમાન છે, ત્યાં દર કાળીચૌદસના દીવસે સમગ્ર પરીવાર નેવૈધ કરવા ભેગો થાય છે.

આ પ્રસંગે તેમનાં સંકલન, લેખન તથા પ્રકાશન જેશીપરા પરમાર પરીચય પુસ્તકનું વિમાેચન જાણીતા ઈતીહાસવીદ અને ધર્મેન્દ્રસિંહજી કાેલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડૉ. ઈન્દ્રવદન આચાર્ય (પૂ. શ્રી સ્વરૂપાનંદજી) તેમજ મુળી રાજકવી પરીવારના જાણીતા લાેકસાહીત્યકાર અચલદાન બાેક્ષા ના હસ્તે અને પુરા પરીવારની હાજરી અને સુરાપુરા દાદા લાખાજી બાપુના સાનીધ્યમાં ઉપરાેકત પુસ્તકનું વિમાેચન કરવામાં આવેલ. બંન્ને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું તથા તેમનાં સંભાષણ બધાને મંત્રમુગ્ધ કરી ગયા.
આ પુસ્તકમમાં પરમાર સમાજનો ઈતિહાસ, 45 પરિવારની ડીરેકટરી તેમજ તેમના પરીવારના પૂર્વજાેની માહીતી પણ સામેલ કરવામાં આવેલ છે, ઉપરાંત પરીવારના પુરૂષોના ફોટો શામેલ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ડૉ. ઇન્દ્રવન આચાર્યએ તેમની Ph. D. થીસીસ જે હવે પુસ્તક રૂપે પ્રકાશિત થઇ ચૂક્યું છે એ “ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ” શ્રી રાજેન્દ્રસિંહ પરમારને ભેટ આપ્યું. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply