Watch “Garba of Baroda United garba. Nilesh Dholkia” on YouTube

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

? *નથી છતાં છે : છે છતાં નથી !*

આ સાથેના વીડિયોમાં નિહાળવા મળે છે કે, સંસ્કારી નગરીનું પ્યારું અને ગૌરવશીલ બિરૂદ મેળવનાર, શાંતિપ્રિય વડોદરા નગરીના “યુનાઈટેડ વે”ના ખેલૈયાઓ ગરબા દરમિયાન પણ આયોજક “દાદા”ના રાષ્ટ્રનિર્માણની વાતને સલામી આપી રહ્યા છે. નાગરિકો માત્ર મોજ મજા કરવા ખાતર જ સીમિત નથી હોતા પરંતુ, ખરા માર્ગદર્શક રાષ્ટ્રની અખંડિતતા વધુ સુદ્રઢ કરવા, એકતા વધારવા, નિતાંત રાષ્ટ્રપ્રેમ વિકસાવવા શું કરી શકે તે આ પ્રેરક દૃષ્ટાંત દ્વારા સમજી શકાય છે.

આવી જ રીતે આપણાં નજરિયા મુજબ દુનિયા હોવી જોઈએ તે માન્યતા આપણાં સુખ દુ:ખને અસર કરતા પરિબળો માનવા. કારણ કે :

વાંસળીમાં સળી નથી છતાં વાંસ છે
કરતાલમાં તાલ નથી છતાં કર છે
ઢોલકમાં લક નથી છતાં ઢોલ છે
તંબુરામાં બુરા નથી છતાં તંબૂ છે
હાર્મોનિયમમાં માત્ર નિયમ નથી છતાં HARMONY = સુસંવાદિતા છે.
આ બધા વાજિંત્રો કોઈની શ્રવણ દૃષ્ટિએ સૂર + સંગીત પીરસે છે તો કોઈને વળી તેમાં ઘોંઘાટ બતાય છે. તુંડે તુંડે મતિર્ભીન્ન !!

ઉપરોક્ત લખ્યા મુજબ અનેક ઉદાહરણોને આપણાં નીત્યજીવનમાં જોડીએ તો કેટ કેટલા પ્રકારના પ્રશ્નો પોતાની સામે સર્જાઈ શકે છે.

ગુંગળામણનું કારણ ફક્ત ઓક્સિજનનો અભાવ જ નથી હોતો. ક્યારેક ના કહેલી કે અવ્યક્ત વાત પણ ગૂંગળાવી મારે છે ! મનમાં જ ઘડેલી માન્યતા અથવા પૂર્વધારણાઓ આપણને ગેરમાર્ગે દોરનારી બની જતી હોય છે ને એના અવળા પરિણામો સર્જાતા હોય છે – જેના કારણે સંબંધમાં કડવાટ, અબોલા, પૂર્વગ્રહ જેવા જીવલેણ વલયો ઉત્પન્ન થઈ શકે છે.

કોઈની વાત કે ઉપલબ્ધિમાં પણ ખણખોદ વૃત્તિ કે પરપીડન સ્વભાવ જો વક્રતા પેદા કરે તો સ્વયં માટે ઘાતક બની જાય.

મારે, તમારે, આપણે સહુએ કોઈની ક્રિયાશીલતામાં સહભાગી થઈ નવરચના અથવા સર્જનાત્મકતામાં પ્રદાન કરવું એ પોતાના ઉત્થાનનો સીધો સરળ માર્ગ છે. કકળાટ, અસંતુષ્ટ ને કજિયાખોર સ્વભાવ દરેક ક્ષેત્રે પામરતા પ્રસરાવતુ બંડખોર વલણ માનવું.

સો વાતની એક વાત : ખુદ ભલા તો જગ ભલા.

નોરતાના હવનમાં કુવિચારો બાળી સદ્દવિચાર તેમજ સુવિચારના પ્રચાર ને પ્રસારાર્થે મંડ્યા રહેવું એ આપણી સંસ્કારિતા અને ઉછેર પ્રક્રિયાનો અરીસો છે.- નીલેશ ધોળકીયા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *