Watch “Centuries old tradition Garbi in the village of Sarkhej prevailed.” on YouTube

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

https://youtu.be/8ZMFfzC3i1M સરખેજ ગામ નાં ખરવાડ વિસ્તાર માં બહુચરાજી માતા નાં મંદિર પાસે માતાજી નાં ચોક માં માતાજી ના ગરબા થાય છે.આ માતાજી ની ગરબી ની શરૂઆત “મણીબા” અે કરેલ હતી.તેઅો લાલડંડા વાળા “મણીબા” નામ થી અોળખાય છે.આશરે “સો સવા સો” વરસ જૂની માતાજી ની ગરબી છે.માતાજી

ની ગરબી આગળ નવે નવ દિવસ જૂના પા્ચીન ગરબા દ્વારા સાતમ અને આઠમે ખુબ જ સરસ ગરબા જામે છે.”આઠમ ના દિવસે રાતે ગરબી ને શણગારી સવારે 6 વાગ્યા સુધી ગરબા થાય છે.સરખેજ માં ખરવાડ વિસ્તાર ની 6 તાલી પૃખ્યાત છે.”અને એ માતાજી નો ગરબો પૃભાતિયુ જે કહેવાય તેના શબ્દો “જાગો ને જગ જનની અંબા થવા આવ્યુ પૃભાતરે” બહુ પૃખ્યાત છે.એ સાંભળવા માટે પણ લોકો આવે છે.

ગરબી વળાવતી વખતે ખરવાડ તથા ચોરાવાળી માતા મંદીર ની બંને ગરબી ભેગી થાય.જયાં સુઘી બીજી ગરબી આવે નહિ ત્યાં સુધી જૂનાં ગરબા એ દિવસે ગવાય છે.” મમ્માયા મમ્માયા દેવી બહામણી રુદા્ણી મમ્માયા” એવા જુનાં ગરબા ગવાય છે.પછી બેઉ ગરબી ભેગી થાય પછી ગરબા રમે. નવડાવી ગરબી ને આરતી કરી વાજતે ગાજતે વળાવે છે.જે બહુચરાજી માતાજી નું મંદિર છે.એ મંદીર માં “પાચસો વરસ થી વઘારે માતાજી નો અખંડ જયોત (દિવો) છે.

આજ મંદીર માં હનુમાનજી ની મૂતીૅ ઘર માંથી નીકળી છે.અને અે જ હનુમાનજી મૂતીૅ ની સ્થાપના કરી છે.-સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  • 14
  •  
  •  
  •  
  •  
  •  
    14
    Shares
  • 14
    Shares

Leave a Reply