સરદાર જીવનસફર: કોગ્રેસ પ્રમુખ સરદાર-ભીમજી ખાચરિયા.

ભારત રાજનીતિ વિશેષ

ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ૧૯૨oથી ૧૯૪૬ એમ છવીસ વર્ષ લાગલગાટ રહયા.અમદાવાદમાં ૧૯૨૨માં સરદારની આગેવાનીએ અધિવેશન ભરાયું. દસ હજાર સ્ત્રીપુરૂષોની જવાબદારી સરદારે લીધી.ખૂલ્લી સમથળ જમીન, વિશાળ મંડપ , બેસવા માટે ખાદીના પાટા અને પગરખાં રાખવા દરેકને ખાદીની થેલી સરદારે આપી હતી.સ્વાદિષ્ટ ભોજન, શુદ્ધ પાણી અને હવા ઉજાસની પુરી કાળજી રાખી હતી.લોકોમાં સરકારની સામેની બીક સરદારે કાઢી નાખી હતી.આ અધિવેશનમાં સરદાર બોલ્યા : “આપણે હજું વધારે તકલીફ અને ત્રાસ ભોગવવા તેવી સર્વશક્તિમાનની ઇરછા છે. ઈશ્વર આપણી કસોટી કરી રહ્યો છે.જેથી સ્વરાજની મોંધી ભેટ માટે આપણે વધારે લાયક બનીએ અને કિંમત સમજતાં થઈએ. ગુજરાતની પ્રજાના લોહીમાં અહીંસા વણાઇ ગઇ છે.જે આપણી નબળાઇ કે કાયરતા નથી પણ સંયમ છે.ઇશ્વરની કૃપા હશે તો આ અગનપરીક્ષામાંથી આપણે પાર ઉતરશું અને એનું બળ ગુજરાત મેળવી લેશે એની મને ખાત્રી છે.!”આ રીતે સરદારે ગુજરાતમાં આઝાદી માટે કમર કસી.ફંડફાળા ઉઘરાવ્યા, સત્યાગ્રહીઓની ભરતી કરી, સમાજના ઝઘડાઓ સમાવ્યા, ઉધાડેછોગ અંગ્રેજોનો વિરોધ કર્યો અને ગુજરાતને એક કર્યું. ૧૯૨૧માં સુરતની બાજુમાં એકલા સરદારે એ સમયે ૨૫ooo માણસો ભેગા કરી સવિનય કાનુન ભંગ અને બારડોલી સત્યાગ્રહનો પાયો નાખ્યો! સરદારનું સ્વપ્ન હતું : “આઝાદ ભારતમાં કોઇને ભૂખમરાથી મરવું નહીં પડે.અનાજની નિકાસ બંધ થશે અને કાપડની આયાત બંધ થશે.ભારતના શાસકો પરદેશી ભાષા વાપરશે નહીં અને દેશનો વહીવટ સાત હજાર ફૂટ કે કિલોમીટર દૂરથી નહી ચાલે.ન્યાય મેળવવાનું કામ મોંધુ કે મુશ્કેલ નહી હોય.આપણે સ્વરાજ મેળવવું છે.આ સ્વરાજ માત્ર હાથ ઊંચા કરવાથી નહી આવે પણ આપણે જીવ દેવાની રાખવી પડશે જિંદગી ફના કરવી પડશે. ચતુર કરો વિચાર!!! આ સરદાર સાહેબ શરીરની કેટલી બીમારીથી પીડાતા હતા એ તો આપણે જાણતાં જ નથી!!- ભીમજી ખાચરિયા અધ્યક્ષ , ગુજરાતી વિભાગ,શ્રી બોસમિયા કૉલેજ, જેતપુર. – સંકલન-દિલીપ ઠાકર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply