શ્રી વરદાયીનીમાં:  શ્રધ્ધાની  જ્યોત રૂપાલની વિશ્વ પ્રસિદ્ધ  પલ્લી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક વિશેષ સમાચાર

આ નવમી નોરતાની રાત્રે બાર વાગ્યે ૧૮.૧૦.૨૦૧૮ ના રોજ પલ્લી યાત્રા નીકળશે.
એક અદભુત નવદુર્ગાનું પ્રમુખ પૂજનીય સ્વરૂપ એટલે માં વરદાયીની .
પૌરાણિક વેદ ઉપનિષદ માં પણ જે સ્થાન ના પુરાવા મોજુદ છે. તેમજ રામાયણ કાળ માં
પ્રભુ શ્રી રામ ,ને વિજય તીર પ્રદાન કરે છે.

મહાભારત કાળમાં જે ખીજડો ના વૃક્ષ પર પાંડવોએ માતાજી ના આશિષ થકી અજ્ઞાતવાસમાં પોતાના શસ્ત્રોને છુપાવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહ માળવા ને જીતવા માટે આશિષ પ્રાપ્ત કરે છે તે જ આ જગતજનની માં વરદાયીની.
ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ૧૩ કી મી દૂર કલોલ જવાના માર્ગ પર રૂપાલ ગામ માં વરદાયીની માતાજીનું અતિ પ્રાચીન પૌરાણિક મંદિર આવેલું છે. જે મંદિર માં યુગોપર્યત પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સોનાની પંચબલી બનાવી ને મહાભારત ની જીત નો યજ્ઞ અને વરદાયીની માતાજી ની પલ્લી કાઢીને ગૌ ઘૃત ઘી ની અભિષેક કરી ને માતાજી ને પ્રસન્ન કરવા ભગવાન શ્રીકૃષ્ણ ની સલાહ મુજબ સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે પલ્લી યાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો .ત્યારથી આજ દિન સુધી આસો શુદ નોમ વિજયાદશમી ને પૂર્વ રાત્રી ના સમયે 12 વાગ્યે વરદાયીની માં ની પલ્લીયાત્રા નિરંતર યુગોપર્યત અવશ્ય નીકળે.છે .

આજે પણ લાખો મણ ઘીનો અભિષેક આ પલ્લી પર ભક્તો તેની યથાશક્તિ અને શ્રદ્ધા થકી અવશ્ય કરે જ છે. આમ સમગ્ર વિશ્વ માં નવમું નોરતાની રાત્રે આ પલ્લી યાત્રા એક માત્ર રૂપાલ ગામ ના ૨૭ ચકલા ચોક માં લાખો ભક્તો દ્વારા પલ્લી પર ઘી નો અભિષેક કરવામાં આવે છે અને પલ્લી સવારે વરદાયીની માં ના મંદિરે પહોંચે છે . જય હો વરદાયીની માં ના જયકરા સાથે લાખો ભક્તો આ નિજ મંદિર પર પહોંચેલી પલ્લી પર ભક્તો શરદ પૂર્ણિમા સુધી માતાજી ની પલ્લી પર ઘી નો અભિષેક કરીને માના આશિષ પ્રાપ્ત કરે છે . ખાસ વિજય પ્રાપ્તિ,વિઝા પ્રાપ્તિ,યશ પ્રાપ્તિ ,સ્થાન પ્રાપ્તિ માટે લોકો શ્રદ્ધા પૂર્વક શ્રીફળ ,ચૂંદડી,સાકર ,કંકુ અને ઘી ચડાવે છે.

આ મંદિર ગુજરાત સરકાર ના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત પૌરાણિક મંદિરોની શ્રેણી માં ગણવામાં આવ્યું છે. વરદાયીની માતાજી નું પૌરાણિક મંદિર સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું . વરદાયીની માતા મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા ૨૧ કરોડ ના ખર્ચે મંદિર ને એક રમણીય સુંદર પર્યટન સ્થાન તરીકે વિકસાવવાનું કાર્ય પુર જોશ માં ચાલી રહ્યું છે. ફોટો – સ્ટોરી રાકેશ પનારા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 90
 •  
 •  
 •  
 •  
 •  
  90
  Shares
 • 90
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *