વિશ્વકોશ ભવન ખાતે “હસ્તપ્રત વિદ્યા ” સર્ટીફિકેટ અપાયા.

કલા સાહિત્ય ગુજરાત વિશેષ

ભો. જે. વિદ્યાભવન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનાં સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી માન્ય “હસ્તપ્રત વિદ્યા ” ના સર્ટીફિકેટ કોર્સના વર્ષ ૨૦૧૮ માં અભ્યાસપૂર્ણ કરનારા ૩૦ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ આપવાનો કાર્યક્રમ વિશ્વકોશ ભવન ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે સાહિત્યકાર ડૉ. ચંદ્રકાંત શેઠ, નાટયવિદૃ ડૉ. મહેશ ચંપકલાલ, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, ડૉ. રામજી સાવલીયા, ડૉ. પ્રીતિ પંચોલીના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં.

ડૉ. સાવલીયાએ હસ્તપ્રત વિદ્યાની આવશયકતા જણાવી હતી. ડૉ. કુમારપાળ દેસાઈએ આ વિદ્યાની ભવિષ્યની યોજના અંગે વાત કરી.

ડૉ. પ્રીતિ પંચોલીએ આ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને આગામી સમયમાં હાથ ધરાનાર કામગીરીની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. નલિની દેસાઈએ કર્યું હતું. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 36
 •  
 •  
 •  
 •  
 •  
  36
  Shares
 • 36
  Shares

Leave a Reply