વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮નો પ્રારંભ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક વિશેષ સમાચાર

અમદાવાદ માં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2018 નો પ્રારંભ કરાવતા સંબોધન માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, નવરાત્રિનું પર્વ શક્તિઉપાસના પર્વ છે. આ શક્તિની ભક્તિ આપણા સૌ માં એવી ઉર્જા સંચિત કરે કે,

સમાજને તોડવા માગતા વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી સમરસ અને સમૃદ્ધ સમાજ નિર્માણ કરીએ.તેમણે કહ્યું કે, શક્તિનું આ ઉપાસના પર્વ સૌને રાષ્ટ્ર ભક્તિ અને તે દ્વારા આપણી માં ભારતી ને જગત જનની બનાવવાનો એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાકાર કરનારું પર્વ બને. વિજયભાઈએ ઉમેર્યું કે, નવરાત્રિ અને પતંગ ઉત્સવ એ ગુજરાત ની બ્રાન્ડ ઇમેજ આખા વિશ્વ માં બની ગયા છે.

આ ઉત્સવોને જનશક્તિના સહયોગથી જન ઉમંગથી ઉજવવાની નવતર પરંપરા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપીને આવા ઉત્સવોમાં જનશક્તિની ઉર્જા વાયબ્રન્સીને
વિકાસના નવા કાર્યો માં જોડવાની નવી દિશા આપીછે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
જસ્ટિસ એસ.સુભાષ રેડ્ડી

તેમજ રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ વિવિધ દેશો ના રાજદૂતો આઅવસર ના સાક્ષી બન્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ સેપ્ટ અને ગુજરાત ટુરિઝમના સહયોગમાં તૈયાર કરાયેલ ‘‘વર્નાક્યુલર ફર્નિચર ઓફ ગુજરાત’’ પુસ્તકનું વિમોચન કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, નાના મહોલ્લાથી માંડીને મોટા શહેરો સુધી સેંકડો વર્ષોથી નવરાત્રિનો મહોત્સવ ઉજવાય છે.
તેમણે કહ્યું કે, જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં માં

આદ્યશક્તિની અરાધના કરતા નવ-નવ દિવસ સુધી ગરબા દ્વારા ઉજવાય છે.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ, સાંસદ શ્રી ડૉ. કિરીટભાઇ સોલંકી, અમદાવાદના

ધારાસભ્યશ્રીઓ, પ્રવાસન નિગમના ચેરમેન શ્રી કમલેશભાઇ પટેલ, વિવિધ દેશોના રાજદૂતો, ૪૦
દેશોમાંથી પધારેલા વિશિષ્ટ અતિથિઓ,મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘ, પદાધિકારીઓ, વરિષ્ઠ
અધિકારીઓ તથા મેયર શ્રીમતી બીજલ પટેલ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.-સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply