વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠના પ્રસંગે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો.

આંતરરાષ્ટ્રીય ભારત રાજનીતિ વિશેષ સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠના પ્રસંગે લાલ કિલ્લા પર આઝાદ હિંદ સરકારના જવાનો સાથે ત્રિરંગો ફરકાવ્યો અને સલામી આપી હતી. વડાપ્રધાને લાલ કિલ્લા પર 15 ઓગસ્ટ સિવાય કોઈ અન્ય પ્રસંગે ત્રિરંગો ફરકાવ્યો હોય તેવો પ્રથમ અવસર છે.

નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર કહ્યું કે, “21 ઓક્ટોબર ઐતિહાસિક ધ્વજારોહણ દિવસ છે. આ તે જ લાલ કિલ્લો છે જ્યાં વિક્ટ્રી પરેડનું સપનું નેતાજી સુભાષચંદ્ર બોઝે 75 વર્ષ પહેલાં જોયું હતું. આજ હિંદ સરકારના વડાપ્રધાન તરીકે શપથ લેતાં તેઓએ સપનું જોયું હતું કે આ લાલ કિલ્લાથી જ ભારતનો ત્રિરંગો ફરકાવવામાં આવશે.

આઝાદ હિંદ સરકાર અવિભાજિત ભારતની સરકાર હતી. હું તમામને આઝાદ હિંદ સરકારના 75 વર્ષ પૂરાં થવા પર શુભેચ્છા પાઠવું છું.”વડાપ્રધાને કહ્યું કે, “હું નેતાજી અને રાષ્ટ્ર માટે બલિદાન દેનારા વીરોને નમન કરુ છું. આઝાદ હિંદ સરકાર માત્ર નામ ન હતું, પરંતુ નેતાજીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે જોડાયેલી યોજનાઓ બનાવવામાં આવી હતી. આ સરકારની પોતાની મુદ્રા, ટપાલ ટિકિટ અને પોતાનો ગુપ્ત મંત્ર હતો. કોઈ બહારના તંત્ર વિરૂદ્ધ પોતાનું તંત્ર ઊભું કરવાનું મોટું કામ હતું. જો નેતાજીએ જે લખ્યું છે તે વાંચીએ તો ખ્યાલ આવે છે કે વીરતાના રસ કઈ રીતે તેઓના નાનપણથી જ હતા.

તેઓએ 15-16 વર્ષમાં ગુલામીની પીડાની વાત માતાને કહી હતી. તેઓએ માતાને પૂછ્યું હતું કે આ દુઃખી ભારત માતાનો કોઈ પુત્ર એવો નથી જે પોતાના સ્વાર્થને તિલાંજલિ આપીને પોતાનું જીવન તેમના માટે સમર્પિત કરી દે. તેમનું એક જ મિશન હતું ભારતની આઝાદી. આ જ તેમની વિચારધારા હતી અને આ જ તેમનું કર્મક્ષેત્ર હતું.” વડાપ્રધાન મોદીએ

એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેશને સમર્પિત કર્યું. પોલીસના યોગદાનની પ્રશંસા કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખો આંસુથી છલકાઈ હતી. સંકલન-દિલીપ ઠાકર.

મો 9825722820

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *