લીવરને ખરાબ થતું બચાવવા રોજ આટલો સમય આપો જે લોકો રાત્રે મોડા સુવે છે તે આ ખાસ વાંચો – ડૉ બલભદ્ર મહેતા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મિત્રો તમને ખબર હશે કે લીવર આપણા શરીરનું એક મહત્વ પૂર્ણ અંગ છે. લીવર આપણી સ્કીન પછી આપણા શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. આપણે બધા જાણીએ છીએ કે લીવરનું કાર્ય પણ ખુબ જ વધારે હોય છે. દરેક વ્યક્તિને પોતાના શરીરને ઓર્ગન્સ એટલે કે અંગ વિશે જાણકારી હોવી જોઈએ. કેમ કે આપણા શરીરના અંગો શું શું કાર્ય કરે છે અને તે આપણા શરીરને માટે હેલ્દી રાખવા માટે શું કાર્ય કરે છે અને કેવી કરે છે.

જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ખાઈએ તો આપણું પચાનતંત્ર તે ભોજનને નાના નાના ટુકડામાં તોડી નાખે છે જેના કારણે આપણું ભોજન લોહીના સહારે લીવર સુધી પહોંચે છે. જ્યાં લીવર ભોજનમાં રહેલા બધા પોષકતત્વને અલગ કરી નાખે છે અને શરીરની જરૂર પ્રમાણે તેને અલગ અલગ ભાગોમાં પહોંચાડે છે. સાથે સાથે ઘણા બધા પોષકતત્વ લીવરમાં જ રહેલા છે. પછી જરૂર પડે ત્યારે શરીરના અલગ અલગ ભાગમાં જરૂરિયાત મુજબ મોકલી દેવામાં આવે છે. જો કોઈ કારણના લીધે આપણા લીવરમાં કમી આવી જાય તો વ્યક્તિ કમજોર થઇ જાય છે.

મિત્રો આપણા શરીરમાં રહેલું બધું જ લોહી લીવરમાં થઈને નીકળે છે અને આપણા શરીરમાં રહેલા લોહીને ગાળવાનું કે ફિલ્ટર કરવાનું કામ લીવરમાં જ થાય છે. તેનાથી લીવર લોહીમાં રહેલા વિષતત્વને અલગ કરી નાખે છે. આપણે ભોજન કરીએ ત્યારે આપણા શરીરમાં ઘણા બધા વિષતત્વ પ્રવેશ કરી જાય છે જે આપણા શરીર માટે ખુબ જ ભયાનક સાબિત થતા હોય છે. તે આપણા શરીરના સેલ્સને ખુબ જ નુકશાન પહોંચાડે છે. એટલા માટે લીવરની હેલ્થને ક્યારેય પણ નજર અંદાજ ન કરવી જોઈએ. કેમ કે આપણા આખા શરીરનું સ્વાસ્થ્ય તેના પર નિર્ભર કરે છે.

તો ચાલો જાણીએ કે રાત્રે 11 થી લઈને 3 વાગ્યા સુધી આપણ લીવરમાં શું થાય છે.

મિત્રો રાત્રે 11 થી 3 વાગ્યા સુધી આપણું રક્તસંચરણનો વધારે ભાગ લીવર બાજુ કેન્દ્રિત થાય છે. જ્યારે લીવર વધારે લોહીને પ્રાપ્ત કરે છે ત્યારે લીવરનો આકાર વધી જાય છે. આ સમય ખુબ જ મહત્વનો હોય છે જ્યારે આપણું શરીર આ પ્રક્રિયામાંથી નીકળે છે. આપણા શરીર દ્વારા આખો દિવસ દરમિયાન જે પણ વિષ પદાર્થ ભેગા કર્યા હોય તેને નિષ્ક્રિય કરે છે અને તેને ખતમ કરે છે. આ કાર્ય આપણું લીવર રાત્રે 11 થી રાત્રીના 3 વાગ્યા સુધીમાં જ થાય છે.

જો તમે રાત્રે 11 વાગ્યાના સમયે સુઈ જાવ છો તો તમારે તમારા શરીરને વિષમુક્ત કરવા માટે 4 કલાક હોય છે. જો તમે રાત્રે 12 વાગ્યાના સમયે સુવો છો તો તમારી પાસે વિષ મુક્ત થવાના 3 જ કલાક હોય છે. જો તમે1 વાગ્યે સુવો છો તો માત્ર 2 જ કલાક હોય છે અને જો તમે 2 વાગ્યે સુવો છો તો માત્ર એક જ કલાક લીવરને વિષ યુક્ત પદાર્થને સાફ કરવા માટે મળે છે.

પરંતુ જો તમે ત્રણ વાગ્ય પછી સુવો છો તો દુર્ભાગ્યે તમારી પાસે શરીરને વિષમુક્ત કરવા માટે કોઈ સમય નથી મળતો. જો તમે આવી રીતે સુવાનું દરરોજ રાખો છો તો સમયની સાથે સાથે વિષ્ક્ત પદાર્થ શરીરમાં જમા થવા લાગે છે. જ્યારે જરૂરથી વધારે કચરો લીવરમાં જમા થવા લાગે છે ત્યારે લીવર પૂરી માત્રામાં શરીરમાં રહેલો કચરો બહાર નથી કાઢી શકતું. જ્યારે આવું થાય ત્યાર બાદ લીવર સંબંધી રોગો થવા લાગે છે. જેમ કે કમળો, પેટી લીવર, લીવર સીરોસીસ, લીવર કેન્સર વગેરે ગંભીર રોગ થવાનો ખતરો વધી જાય છે.

એટલા માટે લીવરને સ્વસ્થ રાખવા માટે સમયસર સુવું ખુબ જ જરૂરી છે. શું તમે રાત્રે મોડે સુધી જાગો છો અને આગળના દિવસે તમને થકાન મહેસુસ થાય છે. તમે ગમે એટલા કલાક સુઈ લો પરંતુ શરીરને વિષ મુકત કરવા માટે પૂરો સમય ન આપીને શરીરની મહત્વ પૂર્ણ ક્રિયાઓથી વંચિત રહી જાવ છો. એટલા માટે હંમેશા રાત્રે 11 વાગ્યા પહેલા આપણે સુઈ જવું જોઈએ. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો. – ડૉ બલભદ્ર મહેતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares
 • 13
  Shares

Leave a Reply