રાવણહથ્થાની ખરી કિંમત.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ભારત વિશેષ સમાચાર

૨ ઓક્ટોબર ૨૦૧૮ ગાંધી જ્યંતી નો દિવસ હું એક મિટિંગ માટે ઉદેપુરમાં હતો સવારના નીકળી પડ્યો મોર્નિંગ વૉક માં પીછોલા લેક ના પ્રમુખ ઘાટ ગણગોર ઘાટ ઘાટ માં પ્રવેશ કરતાં જ જમણા હાથે મહાદેવજી નું મંદિર બે ત્રણ સ્ત્રીઓ સવારની પૂજા અર્ચના કરી રહી હતો લોકો મંદિર ના દર્શન કરીને ઘંટારવ ના ધ્વનિ થકી એક મન ને પ્રસન્નતા આપી ને ઘાટ પર ટહેલતા હતા.

થોડા લોકો ઘાટ પરથી લેકમાં રહેલી કેટ ફિશ માછલીઓ ને લોટની ગોળી નાખી રહ્યા હતાં. એક સુંદર યુવતી ઘાટ પર આવે છે ચપ્પલ ઉતારી ને ઘાટ ના પગથિયાં ઉતરી ને લેક ના જળ ને નમસ્કાર કરી ને મસ્તક પર લગાવે છે . અને જળ ને ખોબા માં ભરી ને સૂર્ય દેવ ને અંજલિ આપી રહી હતી.ત્યાર બાદ આ યુવતી થોડું વૉકિંગ અને યોગા કસરત પ્રાણાયમ કરી રહી હતી.અમુક લોકો ઘાટ પર કબૂતર ને ચણ નાખી રહ્યા હતા.
એક કપલ નું પ્રી વેડિંગ શૂટ ઘાટ ની ડાબી બાજુ પર ચાલી રહ્યું હતું .

ફોટોગ્રાફર કપલ ને કબૂતરની વચ્ચે થી આવવાનું કહે છે.તરત જ ઘાટ પર ના સ્થાનિક યુવકો એ ફોટોગ્રાફર ને કહ્યું તમે કબૂતરને ડિસ્ટર્બ કર્યા વિના ફોટો પાડો તો સારું.ઓકે તરતજ ફોટોગ્રાફર તેમની વાત સ્વકારી લે છે અને તેઓ અલગ એન્ગલ થી તેનું કાર્ય કરવા લાગ્યા.

આ બાજુ ઘાટ ના પ્રવેશ દ્વાર પર થી સિત્તેર વર્ષના દાદાજી અને તેની પત્ની અને એક પૌત્ર સાથે પ્રવેશ કરે છે.હાથમાં રાવણહથ્થો ખભા પર થેલો લટકાવેલો હતો.અનેય તેઓ ઘાટ પર ના પગથિયાં પાસે સ્થાન ગ્રહણ કરી ને પોતાની કલા પીરસવા માટે રાવણ હથ્થા ની દોરી પર મીણ ઘસી રહ્યા છે. વૃદ્ધ ની આંખો માં કલાકાર ની ખુમારી ભારોભાર છલકાઈ આવતી હતી.તેટલામાં પેલી યુવતી ત્યાંથી પસાર થતી વખતે કલાકાર ને કહે છે રામ રામ દાદા સા કલાકાર તેની મુખ પર સરસ સ્માઈલ આપી ને યુવતી ને કહે છે રામરામ બિટીયા અને તેના કામ માં તે મશગુલ થઈ જાય છે .

અને થોડીક પળમાં તે રાજસ્થાનનું ઇન્ટરોડક્શન મ્યુઝિકલ સોન્ગ ની ધૂન વગાડવા લાગે છે . ” કેસરિયા બાલમ પધારો મારે દેશ ” નું ગીત ની ધૂન થી જાણે ઘાટ એકદમ જીવંત થઈ જાયછે. આ સંગીત સુરાવલી સાથે ઘાટના શીવ મંદિરમાં આરતી ની શરૂઆત થાય છે. પછી જાણે ઘાટ લાઈવ થઈ ગયો ઘાટ પર અમુક લોકો ડૂબકી લગાવી ને સ્નાન કરવા લાગ્યા.કબુતરો પણ દાણા ચણાતાં ચણતાં રાવણ હથ્થા ના સંગીત સાથે ગુટરગુ કરતા ગોળ ગોળ ફરી ને ડોલવા લાગ્યા.હું કેમેરા થી કલાકાર નો વિડિઓ ઉતારવા લાગ્યો .પછી મેં તેમનો ઓળખ માટે એક નાનો ઇન્ટરવ્યૂ રેકોર્ડ કર્યો .ત્યાં તે કલાકાર ના પાથરણા પાસે અમુક વિદેશીઓ બક્ષિસ મૂકી જતા હતા તે દરેક બક્ષિસ આપનાર વગાડતા વગાડતા થેન્ક યુ સર થેન્ક યુ મેમ કહેતો અને સુંદર સ્માઈલ દરેક ને આપતા આપતા તે વગાડી રહ્યો હતો.મને તેની બક્ષિસ આપવાની પાથરણા પર બે ડીવીડી પડેલી દેખાઈ કવર માં એટલે મેં પૂછ્યું આ શું છે તો કહ્યું કે સાબજી યહ હમારી સંગીત કી ડી વી ડી હે મેં કહ્યું સરસ શુ વેચવા માટે છે તો કહ્યું હા .મેં પૂછ્યું શુ ભાવ છે .

કહ્યું સાબ જી આપ કે લીએ ૩૫૦ ઔર વિદેશીઓ કે લિયે ૭૫૦ મેં કહ્યું બરાબર હું એક ડીવીડી તમારી લઇ લઈશ. પછી મેં પૂછ્યું કે કયા રેકોર્ડ કરી છે આ ડી વી ડી તેને કહ્યું એક કોરિયન કપલ આવ્યું હતું અને મને 20,000 આપી ને તેમને સ્ટુડિયો માં રેકોર્ડિંગ કરાવી ને આપ્યું અને એક કોમ્પ્યુટર પણ ભેટ માં લઇ દીધું કે આમાંથી આની કોપી કરી ને તમે દરેક ને વેચજો .માટે હું રોજ ડીવિડી લઇ ને આવું છું .પણ ભારત કરતા વિદેશીઓ વધુ લઇ જાય છે આ તેવામાં તેને મને જોઈને એક ગુજરાતી ભજન વગાડ્યું ત્યાં જ એક ફરી વિદેશી કપલ આવી ચડે છે તેઓ એક ડીવિડી તેની કાઢીને આ કલાકારને પરત કરે છે . ત્યારે તે કલાકાર તે લઇને તેને બીજી એક ડી વી ડી વગાડવા માટે આપી દે છે અને સ્માઈલ સાથે કહે છે તે વિદેશીઓ ને સોરી સર થેન્ક યુ.
પણ વિદેશી તેને ઇંગ્લીશમાં કહે છે નો આઈ ડોન્ટ વૉન્ટ એની મોર ડીવીડી નાઉ બિકોઝ આઈ હેડ ડન કોપી ફ્રોમ ધીસ ડીવીડી નાઉ આઇ રિટર્ન બેક ટુ યુ ધેટ ડી વી ડી ઇટ મસ્ટ બી યુઝફુલ ટુ યુ યુ કેન સેલ ઇટ ટુ એની બડી ઇલ્સ .કલાકાર બે હાથ જોડી ને તેનો આભાર માને છે અને કલાકાર બન્ને વિદેશીઓ ને બેસવાનું કહે છે સર મેં આપ કે લિયે એક ગાના બજા રહ હું સીટ હિયર .

તેઓ બેસી જાય છે.અને કલાકારે ગુજરાતી ભજન ચાલુ કર્યું ” વૈષ્ણ વજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુખે ઉપકાર કરી ને મન અભિમાન ના જાણે રે. તરત જ બન્ને વિદેશીઓ ના ચેહરા પર ખૂબ સુરત સ્માઈલ આવી જાય છે અને બોલી ઉઠે છે ગાંધીજી મેં કહ્યું યસ ટુ ડે ઇઝ અવર નેશનલ ગાંધી જ્યંતી ડે ધેટ્સ વાય હે હેઝ પ્લે ધીસ સોંગ્સ ફોર યુ .વિદેશીઓ કહે છે યસ હી નો ઇટ ઇસ અવર વન ઓફ ફેવરિટ સોન્ગ એન્ડ વી નો ઇટ્સ મિનિંગ ટુ, એવરી ટાઈમ વહાઇલ વિ કેઇમ ટુ ઇન્ડિયા વિ મસ્ટ વિઝિટ ગાંધી આશ્રમ એટ એહમદાબાદ એન્ડ વી સીટ ઘેર એન્ડ ડુ ઇંગ મેડિટેશન ઘેર. ફોટો સ્ટોરી રાકેશ પનારા. સંકલન-દિલીપ ઠાકર.

TejGujarati
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares
 • 13
  Shares

Leave a Reply