“મહેર ધ ટ્રુપ દ્વારા રજૂ થયો નિયોન લાઈટ માં સ્વામી વિવેકાનંદ નું અદ્દભૂત પપેટ શો.” કે.ડી.ભટ્ટ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

અમદાવાદની “MEHER” the Troupe દ્વારા આજે લગભગ પ્રથમ વાર સ્વામી વિવેકાનંદના જીવન ની મહત્વની ઘટનાઓ ને ગૂંથીને એક બ્લેક થિયેટર પપેટ શો “A Life Larger than a Dream” રજૂ થયો. જેનું લેખન, દિગ્દર્શન અને રજૂઆત સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અને જાણીતા પપેટીયર શ્રી માનસિંહ ઝાલાએ કરી હતી. શરૂઆતમાં જાણીતા એન્કર અને લેખક ગિરીશ બ્રહ્મભટ્ટે “MEHER” The Troupe ની સ્થાપના અને માનસિંહ ઝાલાના પપેટ કલા ના ગુરૂ પદ્મશ્રી સ્વ.મેહેર બેન કોન્ટ્રાક્ટર નો પરિચય આપી સરસ રીતે એ સમજાવ્યું હતું કે, માનસિંહ ઝાલાએ ગુરૂના નામને એક સંસ્થા નું નામ આપી તેમના નામને જીવંત રાખી તેમની કલાને આગળ વધારી છે, એટલુંજ નહીં પણ ભારત ઉપરાંત પાકિસ્તાન, સ્વીડન, ઈરાન, તાઇવાન વ. 8 દેશોમાં હોય તો તે દેશ-વિદેશમાં “MEHER” The Troupeના નામે મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ ના જીવનના મહત્વના પ્રસંગોને વણી ને પપેટ શો રજૂ કર્યા છે. આ મહિનામાં મેક્સિકો ખાતે યોજાનાર ફેસ્ટિવલમાં મેક્સિકોના આઠ શહેરોમાં સ્વામી વિવેકાનંદ નો “A Life Larger than a Dream” પપેટ શો રજૂ કરવાનું તેઓને આમંત્રણ મળ્યું છે, એ એક ભારતીય તરીકે આપણા સૌ માટે ગૌરવરૂપ ઘટના ગણાય.
*-પ્રો. ડૉ. નિકુંજ પંડ્યા*

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 65
 •  
 •  
 •  
 •  
 •  
  65
  Shares
 • 65
  Shares

Leave a Reply