બોર્ડ,નિગમ,નગરપાલિકા, મહાનગરપાલિકા ના પડતર પ્રશ્નો માટે સરકારની નીતિઓના વિરૂધ્ધમાં ગાંધીનગર ખાતે ગુજરાત જળસંપતી વિકાસ નિગમના કર્મચારીઓ સાથે બોર્ડ-નિગમ, નગરપાલિકાઓ,મહા નગરપાલિકાઓના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયાં.

ગુજરાત રાજનીતિ સમાચાર

પાટનગર યોજના ભવન ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં આજે બોર્ડ,નિગમ,નગરપાલિકા, મહાનગરપાલિકા ના પડતર પ્રશ્નો માટે સરકારની અન્યાયકારી નીતિઓના વિરૂધ્ધમાં પાટનગર યોજના ભવન સેકટર-૧૬, ગાંધીનગર ખાતે ગુજરાત જળસંપતી વિકાસ નિગમના કર્મચારીઓ સાથે તમામ બોર્ડ-નિગમ, નગરપાલિકાઓ,મહા નગરપાલિકાઓના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. અને સરકારની અન્યાયકારી નીતિઓને લઈ વિરોધ, પ્રદર્શન કરવામાં આવ્યું. બોડૅ-નિગમ, નગરપાલિકા, કર્મચારી મહામંડળ ગાંધીનગના આદેશને પઞલે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
રાજય સરકારને પડતર માઞણીઓ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ અને ત્યારબાદ રૂબરૂમાં મુલાકાત લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારની બોર્ડ- નિગમ,નગરપાલિકાઓ મહાનગરપાલિકા ઓના કર્મચારીઓ પ્રત્યેની ભેદભાવભરી નીતિઓને લઈને તેનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી કર્મચારીઓની પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે હાલમાં તા.૨૨/૧૦/૧૮ સુધી સમગ્ર રાજ્યમાં આવેલ બોર્ડ-નિગમ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની કચેરીઓ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે.
અને રાજ્ય સરકાર દ્વારા પડતર માગણીઓનો હકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે નહિ તો આગામી સમયમાં જલદ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

(૧) બોર્ડ-નિગમ, નગરપાલિકાઓના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ઘણી તમામ લાભો આપવામાં આવે.જેવા કે ૭મા પગારપંચના ૧૯ માસના પગારનો તફાવત/સંલગ્ન અન્ય ભથ્થા/નવા પગાર અનુસાર ઉ.પ.ધોરણ ના લાભો આપવામાં આવે.
(૨)નિયમિત મહેકમની ખાલી જગ્યાઓ પર રોજમદારોની કાયમી ભરતી,નિમણૂક કરવામાં આવે. (૩)નગરપાલિકાઓમાં મહેકમમાં ૪૮% ની મહેકમ ખર્ચની મર્યાદા રદ કરવામાં આવે.
(૪) બોર્ડ-નિગમ, નગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ જેમ રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે.
(૫)આઉટસોર્સિંગ પ્રથા સદંતર બંધ કરવામાં આવે.

જેવી અનેક પડતર માગણીઓ તથા હકક માટેની લડાઇ લડી રહેલ કમૅયોગીઓ ધ્વારા સરકારની અન્યાયકારી નીતિઓની સામે “સુત્રોચાર કાયૅક્રમ” હેઠળ સંગઠનાત્મક શકિતને ઊજાગર કરવા સહભાગી થયાં હતાં.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply