પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલ કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામા આવ્યો.

ગુજરાત રાજનીતિ સમાચાર

બોર્ડ-નિગમ, નગરપાલિકાના કર્મચારીઓની પડતર માંગણીઓ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા બોર્ડ-નિગમ, નગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ગણવામાં આવે અને રાજ્ય સરકારના કર્મચારીઓ જેમ લાભો આપવામાં આવે, નગરપાલિકા ઓમાં મહેકમની ખાલી પડેલ જગ્યાઓ પર વર્ષોથી રોજમદારો તરીકે ફરજો બજાવતા રોજમદારોને કાયમી કરવામાં આવે જેવી વિવિધ પડતર માંગણીઓ અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવેલ તેમ છતાં કોઈ હકારાત્મક અભિગમ ન દાખવતા રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવતા તા.૧/૧૦/૧૮ થી તા.૨૨/૧૦/૧૮ સુધી જુદી જુદી બોર્ડ-નીગમની કચેરીઓ ખાતે તથા રાજ્યમાં આવેલ તમામ નગરપાલિકા કચેરીઓ ખાતે સરકારની અન્યાયકારી નીતિઓને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે કાર્યક્રમ નિયત કરવામાં આવેલ જેના અનુસંધાને આજરોજ તા.૪/૧૦/૧૮ ને બપોરના ૨.૦૦ થી ૨.૩૦ દરમિયાન પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહી સરકારની અન્યાયકારી નીતિઓની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને સરકાર ની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામા આવ્યો હતો.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply