નારી શક્તિ અને ગૌરવ :- પ્રોફેસર ડૉ રામજી સાવલિયા.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

કોઈ પણ દેશની સંસ્કૃતિનો અંદાજ કાઢવો હોય તો તે દેશમાં નારીનું શું સ્થાન છે તેના પરથી આવે છે. આ દ્રષ્ટિએ ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી લઈને આજદિન સુધી નારીનાં અનેક સ્વરૂપો અને તેના સ્થાન વિશેની માહિતી સાહિત્ય અને પુરાવશેષીય પુરાવાઓને આધારે મળે છે. આપણાં ધાર્મિક ઈતિહાસમાં જણાવ્યા મુજબ રાક્ષસો અર્થાત્ કામ, ક્રોધ, દ્વેષ વગેરે આસુરી ગુણોની પ્રબળતા વધતાં દેવતાઓએ પોતાનામાં રહેલી શકિતને પોતાના સામર્થ્યથી સ્ત્રી રૂપે પ્રગટ કરી. એ તેજસ્વી સ્વરૂપ જ એ રાક્ષસોનો નાશ કરી શકી. આ શકિત અનેક સ્વરૂપે બિરાજમાન છે. આ સ્વરૂપો નારીનાં બહુમુખી પ્રતિબિંબનું દર્શન કરાવે છે. નારીને સમાજમાં કેટલું ઉચ્ચ સ્થાન અને સન્માન અપાયેલું, તેમજ સામાજિક વિકાસમાં કેવું યોગદાન હતું તેનો પણ ખ્યાલ આવે છે. નારી તું નારાયણીની ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક, દાર્શનિક અને શાસ્ત્રીય પરંપરાઓને દર્શાવે છે. આ સંદર્ભમાં મહિષાસુરમર્દિની જેણે પાડાના રૂપમાં રહેલા રાક્ષસ સાથે યુદ્ધ કરી, તેનો નાશ કરેલો. આ દેવી જે નારીનું પ્રતિનિધિત્વ કરે છે, જેણે સામાજિક ન્યાયનું સમર્થન કરીને દુર્જનનો નાશ કર્યો. આવી જગતજનની પરમેશ્વરી સર્વ જગતનાં જીવોની માતા અને ધાતા છે. તે નારી સન્માન અને ગૌરવનું પ્રતીક છે. તો આવો આપણે આ મહાશક્તિની પૂજા – ઉપાસના – આરાધના “નવરાત્રી મહોત્સવ” રૂપે વિશ્વ વ્યાપી નારીનું ગૌરવ અને માન-સંમાન જળવાય તે રીતે ઉજવીએ. પ્રોફેસર ડૉ રામજી સાવલિયા.- સંકલન-દિલીપ ઠાકર – મો 9825722820

TejGujarati
 • 24
 •  
 •  
 •  
 •  
 •  
  24
  Shares
 • 24
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *