નવરાત્રી અને દિવાળી ના દિવસોમાં થોડા ઈકો-ફ્રેન્ડલી પ્રયત્નો કરવામાં આવે તો મજા વધી જાય – પ્રિયંકા જોશી ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

નવરાત્રી અને દિવાળી ના દિવસોમાં હવામાં જ કંઈક અલગ અનુભવ થતો હોય છે માટે તેમાં થોડા ઈકો-ફ્રેન્ડલી પ્રયત્નો કરવામાં આવે તો મજા વધી જાય।
નવલી નવરાત્રીને ઈકો-ફ્રેડન્લી રીતે ઉજવણી કરવાની ટિપ્સ :

1. માતાજીની મૂર્તિ સ્થપના કરતી વખતે, મૂર્તિ માટીની જ બનેલી હોય તેનું ખાસ ધ્યાન રાખો
2. મૂર્તિ પર ચડવામાં આવતા ફૂલમાંથી કંપોસ્ટ બનાવવાનો આગ્રહ રાખો
3. માતાજી ની ભકતિ પર ધ્યાન આપો નહીકે દેખાડા પર
4. આરતી બાદ પ્રસાદ વિતરણ માં પ્લાસ્ટિક સિવાય ઈકો-ફ્રેન્ડલી પાત્ર મા જ કરો, વધેલો પ્રસાદ ગરીબોને આપો
5. ટ્રેડિશનલ દિવાનો જ ઉપયોગ કરો, કુત્રિમ લાઈટ નો વિરોધ કરો અને શક્ય હોય, શકાય તેટલુ કુદરતી વસ્તુ વાપરો
6. રંગોળી માં ઓર્ગનિક રંગ નો ઉપયોગ કરો
7. સમૂહ માં ભક્તિ કરો. ડેકોરેશન માટે ઈકો ફ્રેન્ડલી જ વસ્તુઓ વાપરો જેનાથી પૈસા બચે અને પર્યાવરણનો વ્યય પણ ઓછો થાય છે
8. ચોક્કસ સમય અને યોગ્ય ઘ્વની માત્રા માં જ સંગીત વગાડો જેથી વિદ્યાર્થી અને બીમાર લોકો હેરાન ના થાય
9. તમારા ઉપયોગ માં ના આવતી વસ્તુ અન્ય ને આપી મદદરૂપ થાઓ જેથી અન્ય ને પણ તહેવારની અનુભૂતિ થાય
10. અન્ય ને પણ આવી રીતે ઈકો ફ્રેન્ડલી તહેવાર બનવવા માટે પ્રોત્સાહન આપો

પ્રિયંકા જોષી ભટ્ટ

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply