જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિક્રાંત પાંડેએ  હીરનો પાસપોર્ટ આપી ઔપચારિકતા પૂર્ણ કરી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત વિશેષ સમાચાર

સ્પેનના મેડ્રીડ શહેર ખાતે રહેતી અને વ્યાવસાયે શિક્ષક એવી ૪૨ વર્ષીય એના પીલર ગીલ ડે લા પ્યુએન્ટા એ અમદાવાદ બાળ સંરક્ષણ ગૃહની ૪ વર્ષીય હીરને દત્તક લીધી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. વિક્રાંત પાંડેના હસ્તે અમદાવાદ બાળ સંરક્ષણ ગૃહના આગેવાનોની
હાજરીમાં હીરને ૪૨ વર્ષીય એના પીલરને આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ વિક્રાંત પાંડે એ એનાને હીરનો પાસપોર્ટ અર્પણ કર્યો હતો.

શ્રી ડૉ. વિક્રાંત પાંડે એ હીરની માતા તેને એક સારી શૈક્ષણિક રીતે અને સંસ્કાર તથા મુલ્યોનું સિંચન કરાવી
સમાજમાં પ્રતિષ્ઠીત નાગરિક બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એના સીંગલ મધર છે. આ સમયે સર્જાયેલા લાગણીસભર વાતાવરણમાં એનાએ જણાવ્યું હતું કે, હીર અને એના વચ્ચે બંધાયેલી માયાના બંધનને સરહદના સિમાડા તોડી કલેક્ટર ઓફીસ અને શિશુ ગૃહે મહત્વની જવાબદારી નિભાવી હોઈ એનાએ સૌનો આભાર માન્યો હતો. એનાએ એમ પણ જણાવ્યું હતુ કે, દત્તક લેવાયેલ હીરની સાંસ્કૃતિક અને ભાષાકીય બાબતોનો હું સંપૂર્ણ ખ્યાલ રાખીશ અને તેની હર હંમેશ જાળવણી કરીશ.

એના યુરોપની વિવિધ ભાષાના નિષ્ણાત શિક્ષીકા છે. અમદાવાદ બાળ સંરક્ષણ ગૃહ દ્વારા અત્યાર સુધી ૮૪
જેટલા બાળકોને દત્તક આપવામાં આવ્યા છે જેમાં ૫૩ છોકરીઓ અને ૩૧ છોકરાઓનો સમાવેશ થાય છે. જેમાંથી ૮ છોકરીઓ તેમજ બે છોકરાઓ વિદેશમાં દત્તક લેવામાં આવ્યા છે. આ પ્રસંગે બાળ સંરક્ષણ ગૃહના ચેરમેન સી.કે.પટેલે અમદાવાદનો આ પ્રસંગ પ્રેરણાદાયી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *