જગત મર્યા પછી તારી કવિતાઓ પર વાહ વાહ કરે : હાર્દિક વ્યાસ

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

અફસોસ નથી એનો કે કદર ન કરે
વિનંતી છે એટલી કે ખાલી પ્રેમનું એ અપમાન ન કરે

અમે તો દીક્ષા લઈને સંસારમાં આવ્યા છીએ
કરુણતા છે એટલી એને મારી લાગણીઓ પણ યાદ ન રહે

સમય ન હોય જો તારી પાસે તો હું પણ કઈ નવરો નથી
આપણને એમ થાય કે રોજ એની જોડે કોણ ઝઘડા કરે

એ સમજશે અમને ત્યાં સુધી તો અમે દૂર ચાલ્યા ગયા હોઈશું
પછી અર્થ નથી રહેતો કોઈ, ભલેને એ રોજ મારી યાદમાં રડ્યા કરે

મૃત્યુના પથ પર ચાલી રહ્યા છીએ હાર્દિક
અને જગત મર્યા પછી તારી કવિતાઓ પર વાહ વાહ કરે
: હાર્દિક વ્યાસ

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *