*છેલ્લી કવિતા તારા માટે* : હાર્દિક વ્યાસ

સમાચાર

લે આ છેલ્લી કવિતા લખી તારામાટે,
તું સાચવજે મારી યાદોને પણ હા રડતી નહી મને યાદ કરીને,
લખ્યા આ છેલ્લા શબ્દ તારા માટે,
લે આ છેલ્લી કવિતા લખી તારા માટે,

એમ કાંઈ જલ્દી મરુ એમ તો હું હતો નહી
પણ ખબરને કેમ મૃત્યુએ સાદ પાડ્યો છે
જો દોસ્ત લેવા માટે યમદૂત આંગણે આવીને ઉભા છે
જીવનમાં તને ચાહી છે સદાય માટે
લે આ છેલ્લી કવિતા લખી તારા માટે

કંઈક સ્વપ્ન અધૂરા જ રહી ગયા,
કામ કરવાના હતા જીવનમાં તે સઘળા અપૂર્ણ રહી ગયા,
હજી તો માંડ ચાહી તને જ્યાં બે ઘડી,
ત્યાં વાગી ગઈ મૃત્યુંની ઘંટડી,
થોડોય સમયન મળ્યો તારી સાથે વધુ જીવવા માટે,
લે આ છેલ્લી કવિતા લખી તારા માટે,

હજી તો જીવનની દિક્ષા લીધે માંડ થોડા દી થ્યાં છે
ત્યાં તો મૃત્યું આવ્યું જીવનની દિશા બદલવા માટે
થોડાક વર્ષો વધુ જીવવું હતું આપણા માટે
પણ જો દોસ્ત મૃત્યું અચાનક આવી ગયું લેવા માટે
ઉડાડ્યા છેલ્લા શબ્દના પૂષ્પો તને કંઈક કહેવા માટે
લે આ છેલ્લી કવિતા લખી તારા માટે,

ક્યાં ભૂલથીય તને દુઃખી કરી હોય તો માફ કરી દેજે,
સાચ્ચુ કહું તો મારા વગર હવે જીવતા શીખી લેજે,
તને દીકો કહેવા વાળો તો હવે જાય છે,
જો ને દોસ્ત આ મૃત્યું પણ મને લઈ જતા ક્યાં અચકાય છે
તને સમય ન આપી શક્યાનો વસવસો રહી જશે હાર્દિક માટે
લે આ છેલ્લી કવિતા લખી તારા માટે – હાર્દિક વ્યાસ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply