ગુજરાતી ભાષાના ધૂરંધર લેખક ધુમકેતુ એ ટૂંકી વાર્તા લખી હતી – “પોસ્ટઓફિસ”.આ એ જ વાર્તાની પોસ્ટ ઓફિસ છે

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આ શું છે જાણો છો? આ કોઇ મામૂલી જગ્યા નથી. ગુજરાતી ભાષાના ધૂરંધર લેખક ધુમકેતુનું નામ તો તમે સાંભળ્યું જ હશે. તેમણે એક ટૂંકી વાર્તા લખી હતી – “પોસ્ટઓફિસ” જેને વિશ્વમાં ટુંકીવાર્તાનું first price મળ્યું હતું. આ એ જ વાર્તાની પોસ્ટ ઓફિસ છે, જે હાલ ગોંડલમાં અહીં દર્શાવેલ હાલતમાં જોઇ શકાય છે.

જે ઇન્ટેન્સિટી “પોસ્ટઓફિસ”ની ટૂંકી વાર્તામાં હતી, તેનો જોટો જડવો મુશ્કેલ છે. કદાચ તેનું કારણ આ એક સત્યઘટના હોવાનું પણ છે. આજે PUC નિષ્ણાત લેખકો-પત્રકારો, ફિલ્ડિંગ ગોઠવ્યાં પછી નામપૂરતો ઇન્ટરવ્યૂ આપીને બની બેઠેલા ભાષાવિદ અધ્યાપકોના લખાણમાં પણ એ ઇન્ટેન્સિટી નથી કે જે ગોંડલ રાજના એક સાધારણ શિક્ષક ધૂમકેતુની આ ટૂંકી વાર્તામાં હતી.

દુનિયાની નજરે આ વાર્તા હતી પરંતુ તે સત્ય ઘટના હતી. અલી ડોસો અને તેની સાસરે વાળાવેલ દીકરી મરિયમ વચ્ચેના સંવેદનાના સબંધની સાચી ઘટનાં હતી. ગોંડલ રાજમાં કોચમેન તરીકે નોકરી કરતો અલી શિકારી પણ હતો તેતર ના બચ્ચાને મારી તેતર તડફડે એ જોઇ આનંદ લેતો દીકરીના વિયોગ બાદ અલીડોસાએ શિકાર છોડી દીધો. અલીડોસો તેની દીકરીને સાસરે વળાવ્યા પછી કોઈ વાવડ ન હોવાથી ગુંદાળા દરવાજાથી આ જુની પોસ્ટ ઓફિસે દરરોજ તે દિકરી મરિયમની ચિઠ્ઠી આવી કે નહીં તે પૂછવા આવતો (જમાઇની બ્રિટિશ લશ્કરમાં પંજાબમાં નોકરી હતી).

પોસ્ટમાસ્તર ના પાડે એટલે નિરાશ વદને પાછો ફરતો. આવી રીતે લાંબો સમય પૂછવા આવ્યા બાદ તે આવતો બંધ થયો હકીકતે તે મૃત્યુ પામ્યો હતો….. થોડાં સમય બાદ તેની દીકરી મરિયમની ચિઠ્ઠી આવે છે. પોસ્ટમાસ્તર તેને રૂબરૂ આપવા જાય છે ત્યારે તેને ખબર પડેછે કે અલીડોસો મૃત્યુ પામ્યો છે. ઉપરોક્ત સાચી ઘટનાની સાક્ષી એવી નીચેની તસવીર છે.આજે પણ રાત્રિની નીરવ શાંતિમાં પોસ્ટઓફિસની આજુબાજુના કચરામાં અલીડોસો તેની દીકરીની ચિઠ્ઠી ગોતતો હોઈ તેવો ભાસ થાય છે…નીચેની તસવીર જૂની જર્જરીત થઈ ગયેલ પોસ્ટઓફિસે બિલ્ડીંગની છે… જુઓ અને “પોસ્ટઓફિસ”ને યાદ જરૂર કરજો.

TejGujarati
 • 36
 •  
 •  
 •  
 •  
 •  
  36
  Shares
 • 36
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *