કુમકુમ મંદિર ખાતે શરદપૂર્ણિમા ઉજવાઇ – સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

શરદપૂર્ણિમાની રાત્રે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણિનગર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શરદપૂર્ણિમા હોવાથી સૌ સંતો – ભક્તો રાસ રમ્યા હતા.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, શરદપૂર્ણિમા હોવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ હસ્તમાં દાંડિયા ધારણ કર્યા હોય તેવા વિશિષ્ટ શણગાર ધરાયા હતા.

આ પ્રસંગે સંતો – ભક્તોના પ્રેમને વશ થઇને 98 વર્ષની ઉંમરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પણ હસ્તમાં દાંડિયા ધારણ કરીને સ્વામિનારાયણ મંત્રના નાદના તાલે તાલ મિલાવ્યા હતા, અંતમાં સૌને દૂધ પૌવા ના પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ

TejGujarati
  • 4
  •  
  •  
  •  
  •  
  •  
    4
    Shares
  • 4
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *