કવિતાનું ટાઇટલ પપ્પા એક મહાન વ્યક્તિત્વ – હાર્દિક વ્યાસ.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

ઘરનો શ્વાસ અને પરિવારનો આધાર હોય છે પપ્પા
મજબૂત અને લાગણીશીલ વ્યક્તિત્વ હોય છે પપ્પા

પપ્પાએ ભર તડકામાં કાળી મજૂરી કરી છે ને સાહેબ,
એટલે આજે આપણે A.c ઓફિસમાં બેસીને કામ કરી શકીએ છીએ,
એટલે જ કહું છું કે સંતાનો માટે ઈશ્વરનું બીજું રૂપ હોય છે પપ્પા,
ઘરનો શ્વાસ અને પરિવારનો આધાર હોય છે પપ્પા.

મમ્મીના તો આપણે બહુ વખાણ કર્યા,
પણ શું ક્યારેય કોઈ સંતાને પિતાની લાગણી સમજવાનો પ્રયત્ન કર્યો ?
ખરેખર કહું તો, મહેનત અને મક્કમતાનો પર્યાય હોય છે પપ્પા,
ઘરનો શ્વાસ અને પરિવારનો આધાર હોય છે પપ્પા,

નહોય જેની પાસે તેને એને જ કિંમત હોય છે એની,
ઈશ્વરથી પણ મહાન અને ખૂબ કિંમતી હોય છે પપ્પા,
ઘરનો શ્વાસ અને પરિવારનો આધાર હોય છે પપ્પા.

એ ક્યારેય પોતાની તકલીફો કોઈને નથી કહેતા,
અરે મમ્મીને તકલીફ હોય તો રડી લે પણ પિતા ક્યારેય પોતાની વેદના નથી કહેતા,
સહનશીલતા,પ્રેમ અને લાગણીનો ત્રિવેણી સંગમ હોય છે પપ્પા,
ઘરનો શ્વાસ અને પરિવારનો આધાર હોય છે પપ્પા,

ખૂબ સાચવજો તમારા જીવનના આ મહાન વ્યક્તિને,
યાદ રાખજો તમે આજે જે છો તે તેમના જ પ્રતાપે છો,
બાળકોની સફળતાનું મુખ્ય કારણ હોય છે પપ્પા,
ઘરનો શ્વાસ અને પરિવારનો આધાર હોય છે પપ્પા – હાર્દિક વ્યાસ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply