કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય ૪૧ મી સર્વ નેતૃત્વ તાલીમ શિબિર યોજાઈ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

જેમા ગાંધીનગર અને કડી કેમ્પસ સ્થિત જુદી જુદી ૧૬ કોલેજોના કુલ ૬૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર શિબિરમાં શૈક્ષણિક સલાહકાર, ટ્રેનર અને પ્રેરક એવા શ્રી દીપકભાઈ તેરૈયા અને ઉમાબેન તેરૈયા દ્વારા વિવિધ પ્રવૃતિઓ દ્વારા નેતૃત્વની તાલીમ આપવામાં આવી હતી.

સર્વ નેતૃત્વ’ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા વિદ્યાર્થીઓ તેઓની સમગ્ર જિંદગી, તમામ ક્ષેત્રોમા ખુશી પૂર્વક અને સંતુલન પૂર્વક જીવી શકે, તે માટેની સ્પષ્ઠતા તેઓમાં કેળવાય, જીવનના લક્ષને કેવી રીતે નક્કી કરી પ્રાપ્ત કરવા, જીંદગીનાં અંગત, સામાજિક, વ્યવસાયિક, બૌદ્ધિક અને આદ્યાત્મિક ક્ષેત્રોની સ્પષ્ટતા કેળવાય અને નેતૃત્વ શક્તિનો વિકાસ થાય અને તે શક્તિનો ઉપયોગ સમાજનાં ઉત્થાન માટે કરે તે હેતુસર આયોજન કરવામાં આવે છે. તાલીમ દરમિયાન ગેસ્ટ સ્પીકર તરીકે રોડ સેફટીને લઈને સમગ્ર ભારતમાં એક્સપર્ટ તરીકે સેવા આપતા અમિતભાઈ ખાતરી દ્વારા ટ્રાફિકની સમસ્યાનાં ઉકેલ વિષે, વાહન ચલાવતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એક્સીડેન્ટ અટકાવવા આજના યુવાનો કેવીરીતે મદદરૂપ થઈ શકે છે તેની વિસ્તૃત માહિતી ટ્રાફિકના નિયમો પર બનાવેલ ગીતો, શાયરીઓ અને ગરબા દ્વરા રમુજી અંદાજમાં આપી હતી. સમગ્ર ભારતમાં સમાજસેવાનું કામ કરતા શ્રીમતી નિષ્ઠાબેન ઠાકરએ શારીરિક વિકલાંગતા હોવા છતાં તેને કેવી મજબુતી થી દૂર હડસેલી સંપૂર્ણ શારીરિક સજ્જ વ્યક્તિઓ સામે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નિવાસી શિબીરના છેલ્લા દિવસે બધા વિદ્યાર્થીઓને ભારતના પ્રથમ આદર્શ ઘામ પુન્સરીની મુલાકાત કરાવી હતી જ્યાં સરપંચ શ્રીમતી સુનંદાબેન પટેલ, પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલ અને મેહુલ પટેલ દ્વારા ઉપસ્થિત તમામને ગામની સુવિધાની વિસ્તૃત માહિતી આપી, લોકભાગીદારીનું મહત્વ સમજાવ્યું હતું.
નિવાસી શિબિરના અંતે સમાપન સમારંભમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન શ્રી. વલ્લભભાઇ પટેલ સાહેબ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કરતા સંસ્થાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતું કે ૧૯૧૯ થી ચાલતી સર્વ વિધ્યાલયનાં સંસ્થાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે રીતે હંમેશા સમાજના ઉત્થાન માટે કાર્યશીલ રહ્યા છે તેવી રીતે આજના યુવાન આદર્શ વિધાર્થી સાથે સાથે આદર્શ નાગરિક બની સમાજને અને રાષ્ટ્રને ઉપયોગી બને એવી આશા વ્યક્ત કરી હતી. સાથે સાથે ફૂડ એન્ડડ્રગ્સ કન્સ્યુમર વેલ્ફેર કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીર મોરે, અનીલ મોરે પણ તાલીમાર્થીઓનો ઉસ્તાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન સર્વ નેતૃત્વ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. ધર્મેન્ર્દ્રભાઈ પટેલ અને સહાયક તરીકે પ્રા. વિપુલભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂર્વ તાલીમાર્થી સુરજ મુંજાણી, કૌશિક કલાલ , ચિરાગ સુજેતરીયા, અને પ્રકાશ ચૌધરી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતા.

ડો. ધર્મેન્દ્ર પટેલ
સર્વ નેતૃત્વ – કો- ઓર્ડીનેટર

TejGujarati
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares
 • 8
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *