ઉમંગ ડે કેર અમદાવાદ ખાતે પ્રિયંકા જોષી ભટ્ટ નો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

ઉમંગ ડે કેર અમદાવાદ ખાતે પ્રિયંકા જોષી ભટ્ટ નો એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

જે અતંર્ગત ઉમંગ ડે કેરના લગભગ 80 જેટલા સભ્યો અને ટ્રસ્ટી શ્રી ની હાજરી માં પ્લાસ્ટિક અને પર્યાવરણ વિષય પર પ્રિયંકાબેને વ્યાખ્યાન આપ્યું હતું.

સેમિનાર માં પ્લાસ્ટિકનો ભૂતકાળ, પ્લાસ્ટિક ના સારા અને નરસા પાસાઓ, પ્લાસ્ટિકના પ્રકાર ને કેવી રીતે ઓળખવું તે વિશે માહિતી આપવામાં આવી.
પ્લાસ્ટિક ના વિકલ્પ તરીકે કેવી અન્ય ચીજ વસ્તુ નો ઉપયોગ કરી ઈકો ફ્રેંડલી લાઈફ જીવવી તે વિશે માર્ગદર્શન આપવા માં આવ્યું.

અંતમાં,દરેક અમદાવાદી ને આંખ માં કાણા ની જેમ ખૂંચતા પીરાણા ના કચરા વિશે વાત કરવા માં આવી. અને ઘરના કચરા માંથી કમ્પોસ્ટ કેવી રીતે બનાવી, તેનો ઉપયોગ ઘરમાં જ શાક ભાજી માટે કેવી રીતે કરવો તેની માહિતી આપી.

મેમ્બર્સ બહુ જ ઉત્સાહ પૂર્વક આ સેમિનાર માં ભાગ લીધો અને તેઓ લગતા પ્રશ્નો પણ પ્રિયંકા બેન સામે રજુ કર્યા.

પ્રિયંકા જોષી ભટ્ટ એ શ્રોતા પાસે થી પર્યાવરણ ને જાણવાં અને આપણી આસપાસ જગ્યા ને શુદ્ધ રાખવાં માટે પ્રતિજ્ઞા લેવડાવી.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *