આઝાદ હિંદ સરકાર :નામદાર સુભાષચંદ્ર બોઝ: પ્રાધ્યાપક રામજી સાવલિયા.

આંતરરાષ્ટ્રીય ભારત રાજનીતિ વિશેષ સમાચાર

તા. ૨૧ મી ઓક્ટોબર, ૧૯૪૩ ના રોજ, આઝાદ હિંદની કામચલાઉ સરકારની નેતાજી સુભાષચંદ્ર બોઝે જગત સમક્ષ જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી પ્રધાન મંડળના સભ્યો- સુભાષચંદ્ર બોઝ(રાજ્યના વડા, વડાપ્રધાન, યુદ્ધ પ્રધાન અને વિદેશ પ્રધાન), કેપ્ટન શ્રીમતી લક્ષ્મી (મહિલા સંસ્થા),

એસ. એ. આયર (પ્રકાશન અને પ્રચાર), લે. કર્નલ અઝીઝ આહમદ., લે. કર્નલ આઇ. એમ. એસ. ભગત., લે. કર્નલ જે. કે. ભોંસલે., લે. કર્નલ ગુલ્ઝારસિંહ., લે. કર્નલ એમ. ઝેડ. કીઆણી., લે. કર્નલ એ. ડી. લોકનાથન., લે. કર્નલ એશાન કાદિર., લે. કર્નલ શાહનવાઝ

(સશસ્ત્ર દળોના પ્રતિનિધિ), રાસબીહારી ઘોષ (સર્વોપરી સલાહકાર), એ. એમ. શાહાય, મંત્રી, (પ્રધાન દરજજા સાથે), કરીમ ગની, દિનાનાથ દાસ, ડી. એમ. ખાન, એ. યેલાપ્પા, જે. થીવી, સરદાર ઇશરસિંહ (સલાહકારો)., એન. એ. એન. સરકાર (ધારાકીય સલાહકાર) – એ સહી કરી, ઇશ્વરને નામે વફાદારીની પ્રતિજ્ઞા લીધી હતી. આ પછી આઝાદ હિંદ સરકારનો ઢંઢેરો નેતાજીએ વાંચી સંભળાવ્યો હતો. તત્કાલીન હિંદુસ્તાનની લશ્કરી અદાલત સમક્ષ, શ્રી. ભુલાભાઈ દેસાઈએ, આઝાદ સરકારનું જાહેરનામું વાંચ્યું હતું અને યાદગાર એવું બુલંદ બચાવનામું રજૂ કર્યું હતું એમની દલીલો દેશના ઇતિહાસમાં યાદગાર બની રહી છે. ૧૯૪૪ ની તા. ૨ ઓક્ટોબરે હિંદની પૂર્વ સરહદની પેલેપારના પ્રદેશમાં જ નહિ પરંતુ સિંગાપુર, આંદામાન, સિયામ, હિંદી ચીનમાં આવેલી આઝાદ હિંદ ફોજની છાવણીઓમાં પણ ગાંધી જયંતી ઉજવવામાં આવી હતી. મુખ્ય ઉત્સવ તો આઝાદ ભારત સરકારની રાજધાનીમાં ખુદ શ્રી. સુભાષચંદ્ર બોઝના પ્રમુખપદે ઉજવવામાં આવ્યો હતો.

મેદાનની મધ્યમાં ઊભા કરવામાં આવેલા લોહસ્તંભ નજીક શ્રી. સુભાષચંદ્ર ગયા. કવીન ઝાંસી રેજિમેન્ટનાં પ્રમુખ કુમારી લક્ષ્મીએ આગળ આવી તેમને વંદન કર્યાં. એક ગુજરાતી મહિલાએ દોરી બાંધેલો ત્રિરંગો ઝંડો કુમારી લક્ષ્મી ને આપ્યો. એ ઝંડો લોહસ્તંભને બાંધવામાં આવ્યો. “સાવધાન” નો હુકમ થયો. સર્વે સૈનિકોની નજર ત્રિરંગા ઝંડા તરફ વળી. આગળ વધી શ્રી. સુભાષચંદ્રએ દોરી ખેંચી અને પ્રભાતનાં સુરમ્ય વાતાવરણની લહેરોમાં રેશમી ત્રિરંગો લહેરાવા લાગ્યો. અગણિત સૈનિકોના કંઠમાંથી ગીતના સ્વરો બહાર પડ્યા :”કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા” :પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares
 • 15
  Shares