૬૦ દેશોના ૧૧૮ પ્રતિનિધિઓએ દેશના શ્રેષ્ઠ ગામ  પુંસરીની મુલાકાત લીધી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત વિશેષ સમાચાર

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ૨૯મી સપ્ટેમ્બરથી ૨જી ઓકટોબર દરમિયાન મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં સહભાગી થયેલા ૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ રવિવારે

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરીની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ મંડળ ગામની સ્વચ્છતા અને અન્ય પ્રવૃત્તિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયું હતું. તેમની મુલાકત દરમ્યાન સમગ્ર ગામમાં અનેક જગાએ સાંસ્ક્રુતિક નૃત્ય નિદર્શન પણ કરાયું હતું. દેશના શ્રેષ્ઠ ગામની મુલાકાતથી પ્રતિનિધિ મંડળ અત્યંત પ્રભાવિત થયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા રાજ્ય મંત્રી શ્રી રમેશ ચંદપ્પા, સાબરકાંઠાના સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય કમિશ્નર શ્રીમતી જ્યંતિરવિ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, અન્ય ઉચ્ચ અધિકારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *