પેટ્રોલ ડીઝલના ભાવ: એક જટિલ કોયડો. – સંશોધક ડો. જયેશ શાહ.

આંતરરાષ્ટ્રીય બિઝનેસ ભારત રાજનીતિ વિશેષ સમાચાર

પેટ્રોલ ડીઝલના ભાવ: એક જટિલ કોયડો

સમગ્ર દેશમાં આજે બે જ મુદ્દા મુખ્યત્વે ચર્ચામાં રહ્યા છે (૦૧) ગગડતો રૂપિયો અને (૦૨) આસમાને પહોંચી રહેલા પેટ્રોલ/ડીઝલના ભાવો.

આપણે યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯), યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪) અને મોદી (૨૦૧૪-૨૦૧૮) એ રીતે સરખામણી કરીશું કે જેથી સત્ય હકીકતનો ખ્યાલ આવે અને તટસ્થ વિશ્લેષણ કરી શકાય. ભારત ૮૦% ક્રુડ ઓઈલ વિદેશોમાંથી ઈમ્પોર્ટ કરે છે એ જગ-જાહેર હકીકત છે અને તેને ધ્યાનમાં લઈને આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ક્રુડ ઓઈલ અને ડોલરનો ભાવ:-

યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં મે ૨૦૦૪માં બ્રન્ટ ક્રુડનો ભાવ ૩૬.૫૮ યુએસ $ હતો તે વધીને મે ૨૦૦૯માં ૬૫.૫૨ યુએસ $ થયો એટલે કે યુપીએ વનના સમયગાળામાં બ્રન્ટ ક્રુડનો ભાવ ૭૯% વધ્યો. યુપીએ વનના સમયગાળામાં હાઈએસ્ટ ભાવ ૧૩૯.૮૩ યુએસ $ થયો હતો અને ઓછામાં ઓછો ભાવ ૩૪.૫૦ યુએસ $ હતો.

૨૦૦૪-૨૦૦૯ના સમયગાળામાં મે ૨૦૦૪માં યુએસ $નો ભાવ ૪૫.૪૮ રૂપિયા હતો તે મે ૨૦૦૯માં વધીને ૪૭.૧૨ યુએસ $ થયો એટલે કે ભારતીય રૂપિયો ૦૪% ગગડી ગયો હતો. ભારતીય રૂપિયો ગગડી જાય એટલે ક્રુડની આયાતમાં વધારે રૂપિયા ચૂકવવા પડે.

યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં મે ૨૦૦૯માં બ્રન્ટ ક્રુડનો ભાવ ૬૫.૫૨ યુએસ $ હતો તે વધીને મે ૨૦૧૪માં ૧૦૯.૪૧ યુએસ $ થયો એટલે કે યુપીએ ટુના સમયગાળામાં બ્રન્ટ ક્રુડનો ભાવ ૬૭% વધ્યો. યુપીએ ટુના સમયગાળામાં હાઈએસ્ટ ભાવ ૧૨૫.૮૯ યુએસ $ થયો હતો અને ઓછામાં ઓછો ભાવ ૬૫.૫૨ યુએસ $ હતો.

૨૦૦૯-૨૦૧૪ના સમયગાળામાં મે ૨૦૦૯માં યુએસ $નો ભાવ ૪૭.૧૨ રૂપિયા હતો તે મે ૨૦૧૪માં વધીને ૫૯.૧૯ યુએસ $ થયો એટલે કે ભારતીય રૂપિયો ૨૬% ગગડી ગયો હતો. એ તો સ્વાભાવિક જ છે કે ભારતીય રૂપિયો ગગડી જાય એટલે ક્રુડની આયાતમાં વધારે રૂપિયા ચૂકવવા પડે.

મોદી (૨૦૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮) માં મે ૨૦૧૪માં બ્રન્ટ ક્રુડનો ભાવ ૧૦૯.૪૧ યુએસ $ હતો તે ઘટીને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮માં ૭૯.૯૩ યુએસ $ થયો એટલે કે મોદીના સત્તાકાળમાં બ્રન્ટ ક્રુડનો ભાવ ૨૭% ઘટ્યો. મોદીના સમયગાળામાં હાઈએસ્ટ ભાવ ૧૧૨.૩૬ યુએસ $ થયો હતો અને ઓછામાં ઓછો ભાવ ૩૪.૭૪ યુએસ $ હતો.

૨૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮ના સમયગાળામાં મે ૨૦૧૪માં યુએસ $નો ભાવ ૫૯.૧૯ રૂપિયા હતો તે ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮માં વધીને ૭૨.૭૬ યુએસ $ થયો એટલે કે ભારતીય રૂપિયો ૨૩% ગગડી ગયો હતો. ભારતીય રૂપિયો ગગડી જાય એટલે ક્રુડની આયાતમાં વધારે રૂપિયા ચૂકવવા પડે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે પછી ગમે તે સરકાર હોય.

ક્રુડની આયાત અને તેની ચુકવણી:-

યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં કુલ ૫૬.૧૨ કરોડ મેટ્રિક ટન ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી અને તે પેટે ૨૫,૮૦૨ કરોડ યુએસ $ ચુકવવામાં આવ્યા.

યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં કુલ ૮૬.૮૬ કરોડ મેટ્રિક ટન ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી (યુપીએ વન કરતા ૫૫% વધારે) અને તે પેટે ૬૦,૬૫૮ કરોડ યુએસ $ (યુપીએ વન કરતાં ૧૩૫% વધારે) ચુકવવામાં આવ્યા. એટલે કે ૬૭% બ્રન્ટ ક્રુડનો ભાવ વધ્યો અને ડોલર સામે રૂપિયો ૨૬% ગગડી ગયો હોવાથી ૧૩૫% વધારે રકમનું પેમેન્ટ ક્રુડની આયાત પેટે કરવું પડ્યું.

મોદી (૨૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮)માં કુલ ૮૨.૬૭ કરોડ મેટ્રિક ટન ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી તેને બાકીના મહિનાની સરેરાશ ક્રુડની આયાત ઉમેરી દઈએ તો કુલ ૧૦૫.૬૭ કરોડ મેટ્રિક ટન ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી (યુપીએ ટુ કરતા ૨૨% વધારે) અને તે પેટે ૩૩,૪૬૯ કરોડ યુએસ $ અને તેમાં બાકીના સમયનું પેમેન્ટ હાલના ભાવે ઉમેરી દઈએ તો તે ૪૨,૯૬૯ કરોડ યુએસ $ (યુપીએ વન કરતાં ૨૯% ઓછા) ચુકવવામાં આવ્યા છે અને બાકીના ચુકવાશે. એટલે કે ૨૭% બ્રન્ટ ક્રુડનો ભાવ ઘટ્યો અને ડોલર સામે રૂપિયો ૨૩% ગગડી ગયો હોવા છતાં ૨૯% ઓછી રકમનું પેમેન્ટ ક્રુડની આયાત પેટે કરવું પડ્યું.

હવે અહીં પ્રશ્ન થશે કે યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯) અને યુપીએ ટુ (૨૦૦૯-૨૦૦૧૪) કરતાં મોદી (૨૦૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮)ના સત્તાકાળમાં ૨૭% બ્રન્ટ ક્રુડનો ભાવ ઘટ્યો અને ડોલર સામે રૂપિયો ૨૩% ગગડી ગયો હોવા છતાં ૨૯% ઓછી રકમનું પેમેન્ટ ક્રુડની આયાત પેટે કરવું પડ્યું. તો પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કેવી રીતે થયો? તે માટે આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને એલપીજીમાં ભારત સરકાર દ્વારા અપાતી સબસીડી વિષે જાણીએ કે જેથી ભાવ વધારા પાછળનો તર્ક સમજી શકાય. -સંશોધક ડો. જયેશ શાહ – સંકલન દિલીપ ઠાકર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *