ધોરાજીમાં મેડીકલ સ્ટોર સજ્જડ બંધ, ડે.કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ધોરાજીમાં આજરોજ મેડીકલ સ્ટોર સજ્જડ બંધ રહ્યા. ડેપ્યુટી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસટ એન્ડ ડ્રગસ્ટ એસો. ના દેશ વ્યાપી બંધ ના પગલે ધોરાજી ના મેડીકલ સ્ટોર સજ્જડ બંધ રહ્યા છે. ઓન લાઇન દવા વેપાર બંધ કરાવવા બીજી અમુક માગણીઓ ને લઈને બંધ રાખવામાં આવેલ છે.. દર્દી ઓ ને તકલીફ ન પડે તે માટે ચોવીસ કલાક ચાલુ રહેતા મેડીકલ ને બંધમાથી મુક્તિ આપવામાં આવેલ છે. ધોરાજી મેડિકલ એસોશીએશન ના હોદ્દેદારો ડેપ્યુટી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપતાં તસવીર માં નજરે પડે છે. આ તકે પ્રમુખ હરશુખ ભાઈ પટેલ, સેક્રેટરી સુભાષ ભાઈ પટેલ, ગીરીશ ભાઈ ટોપીયા, વિનુભાઈ ઉકાણી, હારદીક હરપાલ, સહીત ના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે ધોરાજી મેડિકલ એસોશીએશન ના હોદ્દેદાર શ્રી અરવિંદ ભાઈ શાહે મીડીયા સાથે ની વાતચીતમાં કહ્યું કે આજરોજ ભારત બંધ ના પગલે અમે લોકો એ બંધ પાડેલ હતો જેમાં કોઈ દર્દી ને તકલીફ ન પડે તે માટે ચોવીસ કલાક વિનીત મેડીકલ અને હોસ્પિટલ ના એક મેડીકલ ચાલુ રાખવામાં આવેલ છે. ધોરાજી શહેરના નાના-મોટા મેડિકલ આજરોજ બંધના અનુસંધાને બંધ રાખેલ હતા અને ઈમરજન્સી માટે ધોરાજીમાં ફક્ત ૨ જ મેડિકલ ચાલુ રાખવામાં આવ્યા હતા વધુ માં જણાવ્યું કે ઓનલાઈન વેપાર ના લીધે લોકો ના આરોગ્ય સાથે ચેડાં થાય છે આથી ઓન લાઈન વેપાર બંધ કરાવવા માટે અમો લોકો એ બંધ રાખેલ છે. તેમ જણાવ્યું છે.

રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *