‘જૈનધર્મ-દર્શન’ પ્રદર્શન ભો. જે. વિદ્યાભવન મ્યૂઝિયમ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

પર્યુષણ પર્વ નિમિત્તે ભો. જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા અને ઈન્સ્ટીટયુટ ઓફ જૈનોલોજી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “જૈનધર્મ – દર્શન” પ્રદર્શનનું આયોજન ભો. જે. વિદ્યાભવન મ્યૂઝિયમ ખાતે તા. ૧૦ થી૧૫ સપ્ટેમ્બર સુધી ૧૨ થી ૪ ના સમયગાળામાં ગોઠવવામાં આવેલ છે. સંસ્થાના નિયામક ડૉ. રામજી સાવલીયાનાં જણાવ્યાં મુજબ આ પ્રદર્શનમાં ખાસ કરીને જૈનધર્મની પ્રાચીન સચિત્ર હસ્તપ્રતો કે જેમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ થઈ લઈને વિવિધ પ્રસંગોને લગતાં ચિત્રો પ્રદર્શિત કરેલ છે. ૧૬મા સૈકાથી લઈને ૨૦મા સૈકા સુધીની આ હસ્તપ્રત છે. તે સાથે જૈનધર્મ-દર્શનને લગતા ગ્રંથો જેવા કે જૈન કથા સાગર, જૈન ધર્મપ્રકાશ, શ્રી મહાવીર ચરિત્ર, જૈન શાસન પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. પર્યુષણપર્વ નિમિત્તે જિનાલયોમાં કરવામાં આવતી વિવિધ પૂજાવિધિ અંગેના ફોટોગ્રાફ શ્રી દિલીપ ઠાકરે લીધેલા જેમાં આંગળીના પ્રકારો, સ્નાત્રપૂજા, ચૌદસુપન, જ્ઞાન પાલખી, પંચયષ્ટિ સ્તોત્રપૂજાન, પટૃ દર્શન, દીપમાલા, શણગાર વગેરે વિવિધ ફોટોગ્રાફસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. – ડૉ. પ્રિતી પંચોલી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply