જામકંડોરણા ખાતે આવેલ હઝરત ગેબનશાહ બાવા નો ઉર્ષ યોજાયો.

ગુજરાત ધાર્મિક સમાચાર

જામકંડોરણા ખાતે આવેલ હઝરત ગેબનશાહ બાવા નો ઉર્ષ યોજાયો.

કોમી એકતાના પ્રતીક સમાન ઉર્ષની ઉજવણી જામકંડોરણાના ધોરાજી દરવાજા પાસે આવેલ હઝરત ગેબનશાહ બાવા ની દરગાહ શરીફ ખાતે ભવ્ય ઉર્ષ યોજાયો જેમાં ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી. જે જામકંડોરણાના મુખ્ય બજારોમાં ફરેલ હતી અને જેમાં આ શોભાયાત્રાનું હિન્દુ અગ્રણીઓ દ્વારા આવકારી અને શોભાયાત્રામાં જોડાયા હતા અને રાત્રે વાઈઝ નો કાર્યક્રમ રાખેલ હતો આ દરગાહ શરીફ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ દરગાહ શરીફ ખાતે ચાદર ચડાવી વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરેલ હતી અને બાદમાં પ્રસાદનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે પ્રસાદ લઈ કોમીએકતાના દર્શન થયેલ હતા. આ તકે ગેબનશાહ બાવા દરગાહ કમિટી દ્વારા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા નું દરગાહ શરીફ ખાતે સન્માન કરેલ હતું. આ તકે વિઠ્ઠલભાઈ, જસમતભાઈ કોયાણી, અને ચંદુભા ચૌહાણ તેમજ વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો હાજર રહેલ હતા અને કોમી એકતાના દર્શન થયા હતા.

(તસ્વીર અહેવાલ રશમીન ગાંધી ) આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •