ખાદી સરિતાનું ઉદઘાટન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ સમાચાર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં સૌબિજલરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત નવીનીકરણ પામેલા ખાદી સરિતાનું ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ખાદી એ વસ્ત્ર નહિ-
એક વિચાર છે. તેમણે કહ્યું કે, લાખો પરિવારોમાં ખાદી રોજગાર સર્જનનું માધ્યમ બની છે.

મુખ્યમંત્રીશ્રીએ ખાદી ફોર નેકસ્ટ જનરેશન ખાદી ફોર અવર નેશનનો મંત્ર આપતા કહ્યું કે
ગાંધીજીની ૧પ૦મી જન્મ જ્યંતી આ વર્ષે ર ઓકટોબરથી રાષ્ટ્ર ઉજવવાનું છે ત્યારે ગાંધી અને
ખાદીને અલગ કરી જ ન શકાય. સમિતિના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઇ દેસાઇએ ખાદીને અને તેના દ્વારા ગરીબ, ગ્રામીણ
પરિવારોને રોજગારી અને રચનાત્મક માર્ગે જોડવાની મહાત્મા ગાંધીની વિચારધારાને અનુરૂપ
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ જે કાર્યો કર્યા છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, સ્વદેશી, સ્વાવલંબન અને સ્વરોજગાર માટે
ખાદીથી ઉત્તમ કોઇ પર્યાય હોઇ જ ન શકે તે વાત ગાંધીજીએ સમાજ સમસ્તને સમજાવી છે. કુટીર ઊદ્યોગ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, ગુજરાત ખાદી બોર્ડ અધ્યક્ષ શ્રી કુશળસિંહ પઢેરિયા, મેયર બિજલ પટેલ,
જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પદાધિકારીઓ,
આમંત્રિતો ગાંધી અને ખાદી પ્રેમીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.-સંકલન દિલીપ ઠાકર. મો. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *