ઉપવાસ છોડવા વિશે – અમરીશ પટેલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

https://youtu.be/aHmI2xm7W50

વમન, કુંજલ ક્રિયા, ગજકરણી, Artificial Vomitting:-

હાથે કરીને ઊલટી કરવાની ક્રિયા કે જે વમનક્રિયા , કુંજલ ક્રિયા, ગજકરણી, Artificial Vomitting જેવા વિવિધ નામો થી પ્રચલિત છે. આ ક્રિયા શરીરશુધ્ધિ અને યોગશુદ્ધિ માટે ખૂબ અકસીર માનવામાં આવે છે.

? આ ક્રિયા નિષ્ણાત યોગ શિક્ષક ની હાજરીમાંજ કરવી યોગ્ય છે.

વમન કરવા ની રીત: –

સવારે ભૂખ્યા પેટે ૮ થી ૧૦ ગ્લાસ નવશેકું પાણી જેમાં સિંધવ (બ્લડ પ્રેસર વાળા એ સિંધવ ના લેવું ) અને લીંબુ નાખી , ઉભડક બેસી(ઉભા ઉભા ના પીવું) ને આ બધું જ પાણી પી જવું.

ત્યારબાદ બાથરૂમ માં જઈ ને સહેજ વાંકા વળી ને ઉભા રહેવું. જમણા હાથ ની મધ્ય આંગળી થી જીભ ના ઉપર ના ભાગ ના છેડા પર (ટોન્સીલ હોય છે તે બાજુ) થોડુજ દબાણ આપવું, પીધેલ પાણી ઉલટી રૂપે જઠર માં થી પિત્ત, કફ અને બીજી ગંદકી લઇ ને બહાર આવશે. ઓ ઓ કરી ને આ રીતે ઉલટી કરવા ની ક્રિયા ચાલુ જ રાખવી.બંને હાથ ને કમર પર મૂકી સહેજ પેટ દબાવવું જેથી વોમીટ ચાલુજ રહેશે.બધુજ પાણી પેટ માં થી બહાર કાઢવું જરૂરી છે નહીંતર દિવસભર બેચેની લાગશે .
ત્યારબાદ ઉલ્યું (Tongue Cleaner) થી ફરી થી જીભ પર થી ૨૦-૨૫ વાર ઉલ ઉતારવી. સફેદ સફેદ બહું જ ગંદકી બહાર નીકળશે.

આંખોમાં થી પાણી અને પરસેવો આવશે. પરંતુ જઠર ખૂબ જ સરસ રીતે સાફ થઈ જશે.

? આ ક્રિયા પછી આરામ કરવો. ૧ કલાક પછી ગ્રીન જ્યુસ પીવો એ પહેલાં પેટ માં કશું પણ નાખવું નહીં.

જેમને પિત, એસિડિટી, ગેસ, અપચા ની તકલીફ રહેતી હોય તેમણે આ ક્રિયા શરૂઆત માં રોજ કરવી, સારું લાગે પછી અઠવાડિયામાં ૧ વાર કરવી.

સ્વસ્થ વ્યક્તિઓ એ મહિનામાં એકાદવાર રજા ના દિવસે આ ક્રિયા કરવી જેથી રોગમુક્ત જીવી શકાય.

ફાયદાઓ:-દમ, અપસ્માર(વાઈ), મોટાપો, હ્રદય રોગ જેવા અનેક રોગમાં વમન સારવાર લાભદાયક છે.

આ પ્રક્રિયામાં કુદરતી દોષ (પિત્ત અને કફ) જઠર માંથી બહાર ઉલટી દ્વારા બહાર કાઢવામાં આવે છે જઠર સ્ત્રોતસ અને કોશિકાઓ માંથી સંચિત મળને વમન ક્રિયા દ્વારા કાઢવામાં આવે છે.

સાવધાની :- ❎ જેઓ ને પેટ માં અલ્સર, હર્નિયા કે પેટ ના કોઈ ઓપરેશન કરાવેલ હોય તેમણે આ ક્રિયા ના કરવી.❎

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares