આજે અઢાર વણૅ એક કરનાર રામદેવ ભગવાનની વાત – ડો.અનિલ રાવલ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજે ભાદરવાની બીજ છે. આજે અઢાર વણૅ એક કરનાર રામદેવ ભગવાનની વાત કરવી છે. એમને પીડા હરનાર હોવાથી રામાપીર કહ્યા . તુંવર કુળમાં અજમલ રાજાને
ઘેર જન્મ થયો. દિલ્હી તખ્તના અણહિલપાલની
વંશાવળીમાં રામદેવજી આવે. પૃથ્વીરાજ ચૌહાણની દીકરીના વંશમાં પણ આવે.
સાહેબ ! આભડછેટ નિવારણનું કામ કરનાર
ભારતમાં પ્રથમ એ હતા . ડાલીબાઈ દલિત હતા.
એમનો ઉધ્ધાર કયાૅ. પશ્ચિમ ભારતને વિધમીૅ ન
બનવા દીધું. ગાયોને બચાવી . બહેન દીકરીઓને
વિધમીૅના હાથમાંથી છોડાવી .
સાહેબ ! આજે કરોડો લોકો એમને દ્વારકાધીશનો
અવતાર માને છે. અગત્યની વાત એ છે કે
મનુષ્યનો જન્મ માના પેટમાંથી થાય છે. રામદેવજીના કમૅ જ્યારે સમરસતા , સમાનતા , સહજતા , સંપ , સત્ય , પ્રેમ , કરૂણા , સેવા , ન્યાયપ્રિયતા અને લોકકલ્યાણની પરાકાષ્ટાએ
પહોંચ્યા ત્યારે કરોડો લોકોના દિલમાંથી અવાજ
ઊઠ્યો “ આ તો અવતાર છે. “દાયકાઓ સુધી એના વાણી , વતૅન , વ્યવહારમાં ઐક્ય જોવાય છે. એના દલડામાં લોક કલ્યાણની જ જ્યોત દેખાય છે . અહંકાર રાખ્યા વગર આપણા માટે જીવે છે એવું જ્યારે પાકું થાય ત્યારે પ્રજા
પોકારી ઊઠે છે” આ તો અવતાર છે .” રામદેવજીના પરચા , પ્રમાણ , કામ જોઈને પ્રજાએ એમને અવતાર કહ્યા . ભગવાન કહ્યા .
સાહેબ ! માના પેટમાંથી માણસ જન્મે છે . લોકોના રૂદીયામાંથી અવતાર જન્મે છે.
સાહેબ ! રામદેવજીના કમૅ , વતૅન , વાણી અને વ્યવહાર આજે તૂટતા સામાજીક તાણાવાણાને બચાવવા આપણે અપનાવવા જોઈએ.
સાહેબ! એમણે સંદેશાે આપ્યાે કે સેવા કરો. સ્મરણ કરો. એમના ફરમાન પ્રજાના કલ્યાણ માટે છે. “ તું કોઈને નડ મા. સહુમાં એક જ
ચૈતન્ય ચેતનાની જ્યોત ઝળહળે છે . સત્ય , પ્રેમ અને કરૂણા વહેવા દે. ફરજને પાત્ર બની
નિષ્ઠાથી કામ કર. કોઈને દુખી ન કર. સહન કરતા શીખ . જૂઠ્ઠું ન બોલ . કોઈના હકનું તું ના
છીનવ. સવૅસ્વ પ્રગટ અપ્રગટ ઊજાૅ જ છે. વિવેકથી જીવ . આભડછેટ છોડ . ભજન ભોજનની ધૂમ મચાવ . “
સાહેબ ! નોમના દિવસે નેજા ચડશે. આપણે પણ
પ્રજાની વચ્ચે જઈ સત્ય , પ્રેમ અને કરૂણાની
ધજા ફરકાવીએ . રામદેવ ભગવાનના નવ
ફરમાનના નવરંગી નેજા ફરકાવી એમના રસ્તે
ચાલવાનો સંકલ્પ કરીએ.
ડો અનિલ રાવલ એમ ડી.સંકલન. સ્મિતા શાસ્ત્રી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *