MHRD અંતર્ગત સ્વચ્છ ભારત સમર ઇન્ટરનશીપ નામની યોજના

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સવિનય સાથે જણાવવાનું કે MHRD અંતર્ગત સ્વચ્છ ભારત સમર ઇન્ટરનશીપ નામની યોજના બહાર પાડેલ છે.જેમાં અમે LDRP-ITR ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. અને એમાં અંબાપુર ગામ પસંદ કરેલ હતું અને તે ગામ માં આ યોજના હેઠળ કાર્ય કરેલ. તેમનો મુખ્ય ઉદ્દેશ અંબાપુર ગામ ને પ્લાસ્ટિક મુક્ત બનવવાનો અને સાથે ગ્રામજનોમાં જાગૃતિ લાવી સ્વછતાનું કાર્ય કરવાનો છે. જે અંતર્ગત LDRP ટીમ દ્વારા અંબાપુરની પૌરાણિક વાવની સફાઈ હાથ ધરવામાં આવી અને વાવમાંથી કુલ ૧૫૦ કિગ્રા પ્લાસ્ટિક કચરો બહાર કાઢવામાં આવ્યો. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે અંબાપુર વાવ ૭૦૦ વર્ષ જુનો પૌરણિક ઇતિહાસ ધરાવે છે જેથી એની જાણવણી કરવી એ જરૂરી જણાય રહ્યું છે. આ ઉપરાંત LDRP ટીમ દ્વારા અને સરપંચના સહયોગ દ્વારા ગામ ના ઉકરડા અને તળાવ માંથી jcb દ્વારા પ્લાસ્ટિક નો કચરો કાઢીને ડમ્પીંગ સાઈટ માં ૨૫ ટ્રેક્ટર ભરેલો કચરો પહોંચાડવા માં આવ્યો હતો.તથા સમગ્ર અંબાપુર ગામ માં સરપંચ અને વિદ્યાર્થીઓના સહયોગ થી પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ હેઠળ ગામ માં કાપડ ની થેલી ઓ નું વિતરણ કરવામાં આવેલ હતું.આ ઉપરાંત વાવો રેવોલ્યૂશન ગ્રુપ ના યુવાનો, અમ્બાપુર ગ્રામ પંચાયત અને રિસાયકલ ગ્રીન ના સહયોગ થી પ્લાસ્ટિક પુણ્ય યોજના બનાવામાં આવી. જેના હેઠળ હવે અમ્બાપુર માં રિસાયકલ ગ્રીન દ્વારા દર બીજા અને ચોથા શનિવારે ઘરે ઘરે થી પ્લાસ્ટિક નો કચરો કલેક્ટ કરવામાં આવશે. ને બદલામાં વેસ્ટ માંથી બેસ્ટ જે કચરા માંથી બનાવેલી વસ્તુઓ આપવામાં આવશે.

આ સાથે જણાવવાનું કે રિસાયકલ ગ્રીન દ્વારા અંબાપુરની મહિલાઓને કાગળ ની પસ્તી માંથી શોપિંગ બેગ કઈ રીતે બનાવવી તે સમજાવી એક ગૃહ ઉદ્યોગની શરૂઆત કરવામાં આવી. તેમાં અંબાપુર તથા આજુ બાજુ ના ગામમાંથી નીકળતી કાગળ ની પસ્તીમાંથી બહેનો થેલી બનાવી ને Recycle.Green દ્વારા તેમના ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર વેચવામાં આવશે. જે લોકોને પ્લાસ્ટિક પ્રતિબંધ ના સંજોગોમાં એક સસ્તા ઉકેલ તરીકે મળશે.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply