૧૧ મી સદીની મસ્જિદ, આશાવલ-અમદાવાદ. પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

ગુજરાતમાં ૮ મી થઈ ૧૩ મી સદી દરમિયાન મોટી સંખ્યામાં મસ્જિદો, જુમા મસ્જિદો, મકબરા બંધાયા હોવાનું પ્રાચીન અભિલેખો અને સ્મારકોને આધારે પુરવાર થાય છે. પાટણમાં જુમા મસ્જિદ હોવાનું ઇબ્ન હોકલે ઈ. સ. ૯૭૬ માં નોંધ્યું છે. પ્રાચીન આશાવલ-અમદાવાદની આસપાસ ૧૧ મી સદીના આરંભમાં મુસલમાનોની વસતી હતી, અને ત્યાં મજહબી ક્રિયાઓ કરવા માટે એમણે મસ્જિદો બાંધી હતી.

હાલમાં અમદાવાદના જ માલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદમાંનો હિજરી સન ૪૪૫ (ઈ. સ. ૧૦૫૩) નો અરબી શિલાલેખ એ વાતનું જ્વલંત ઉદાહરણ છે કે સોલંકી કાળમાં આશાવલમાં મસ્જિદનું નિર્માણ થયું હતું. ઐતિહાસિક દ્રષ્ટિએ આ લેખ ભીમદેવ ૧લાના સમયનો છે. એટલે કે મહમૂદ ગઝનવીની સવારી (ઈ. સ. ૧૦૨૬) પછી માત્ર ૨૭ વર્ષે આ મસ્જિદ નિર્માણ પામી હશે. આ મસ્જિદમાં બીજો શિલાલેખ ઈ. સ. ૧૨૩૮ નો છે.

એમાં મીર હાજી નામના મુસલમાને આ ઈમારત સાર્વજનિક ઉપયોગ માટે હોવાની જાહેરાત કરી હતી. આ મસ્જિદનો પુનરુધ્ધાર ઈ. સ. ૧૪૮૧માં મહમૂદ બેગડાના સમયમાં થયો હતો. હાલમાં અંદરના સ્તંભો, કક્ષાસનો વગેરે પ્રાચીન સ્વરૂપે જળવાયેલાં છે. સોમનાથ ભંગ જેવી ભયાનક ઘટના પછી ત્રણ દાયકા જેટલા ઓછા સમયમાં આશાવલ-અમદાવાદમાં મસ્જિદ બંધાય એ બતાવે છે કે આ પ્રદેશમાં કોઈપણ ધર્મને શાંત આશ્રય મળતો હતો.

મૂર્તિભંજક આક્રમણકારો અને સુલેહપ્રિય વેપારીઓ વચ્ચેનો ભેદ રાજા અને પ્રજા બંને સમજતા હતા મુસ્લિમ પ્રજાજનો પ્રત્યે ગુજરાતનું રાજ્ય કેવી ઉદાર દ્રષ્ટિથી જોતું એનું વિગતવાર વર્ણન અર્જુનદેવ વાઘેલાના સમયના ઈ.સ. ૧૨૬૪ ના વેરાવળના શિલાલેખથી મળે છે. ફોટો – સંકલન-દિલીપ ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *