મલેશિયા ખાતે સમીત-2018 મા મનોદિવ્યાંગ બાળકો નું હનુમાન ચાલીસા અને આર્મી થીમ પર પર્ફોમન્સ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક મનોરંજન વિશેષ સમાચાર

અમદાવાદના નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ હરિક્રૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી મનોદિવ્યાંગ બાળકો ની શાળાના 12 બાળકો અને 3 શિક્ષકો મલેશિયા ખાતે આયોજીત NGO&CSR સમીત-2018 મા હનુમાન ચાલીસા અને આર્મી થીમ પર પર્ફોમન્સ આપી ત્યાં હાજર રહેલ 7 દેશના 100 જેટલી NGO નાં ડેલિગેટ્સ નાં દિલ જીતી લીધા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મલેશિયાના સાંસદ શ્રી ડો. ચાર્લ્સ સેન્ટીગોગો એ પણ બાળકોને રૂબરૂ મળી અભિવાદન કર્યું હતું. ડાન્સ બદલ સમીટ આયોજકોએ બાળકોને તથા શિક્ષકોને સર્ટી – ગીફ્ટ આપી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થા ના સંચાલક શ્રી નિલેશ પંચાલ ને વર્ષ 2018 નો સ્પે.એજ્યુકેટર તરીકે નો ઈન્ટરનેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં કદાચ આ પ્રથમ સ્પે.એજ્યુકેટર છે કે જેમને ઇન્ટરનેશનલ એવોર્ડ વિદેશમા આપવામાં આવ્યો હોય . સંસ્થાના વિદ્યાર્થીઓએ ત્યાંના પીએમ-હાઉસ, પુત્રજ્યા ની, કે. એલ. ટાવર અને ટ્વીન ટાવર્સ ની પણ મુલાકાત લીધી હતી.ટ્વીન ટાવર માં ટોપ લેવલએ જવા બદલ ટાવર મેનેજેમેન્ટ તરફ થી ગ્રુપ ફોટો પાડી એચીવમેન્ટ સર્ટી પણ આપવામાં આવ્યું હતું.

જેન્ટીંગ હિલ સ્ટેશન ની મુલાકાતે જઈ જુરાસિક પાર્ક, હોરર પાર્ક જેવા એડવેન્ચર્સ ની મજા પણ વિદ્યાર્થીઓએ લીધી હતી. પરત આવેલી ટીમ નું સંસ્થા ના વાલીગ્રુપ ઘ્વારા રેલ્વેસ્ટેશને ફુલહાર કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

સંકલન-દિલીપ ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *