ભારતમાં પ્રથમ વખત તૈયાર થયો રોબોટ, ‘હિન્દી હૈ માતૃભાષા’ – રશ્મિન ગાંધી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ભારતમાં પ્રથમ વખત તૈયાર થયો રોબોટ, ‘હિન્દી હૈ માતૃભાષા’

રોબોટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અસાધારણ સાહસ થઈ રહ્યાં છે. ખાસ કરીને માણસના રોજબરોજનાં કામને સરળ કરવા માટે હવે હ્યુમન આકારનાં મશીન બની રહ્યાં છે અને સફળ પણ થઈ રહ્યાં છે. રોબોટ સોફિયાના કોન્સેપ્ટ પર ભારતમાં પણ માણસ જેવું દેખાતું મશીન તૈયાર કરવામાં આવ્યું છે, જેને રશ્મિ નામ આપવામાં આવ્યું છે. આ મશીન તૈયાર કરનારા રંજીત શ્રીવાસ્તવે દાવો કર્યો છે કે, રશ્મિન દુનિયાનો પ્રથમ હિન્દ બોલતો રોબોટ છે.
હિન્દીની સાથોસાથ તે અંગ્રેજી, મરાઠી અને ભોજપુરી પણ બોલી શકે છે. રશ્મિનાં શરીરનો 80 ટકા ભાગ તૈયાર થઈ ચૂક્યો છે, હવે માત્ર હાથ-પગ જ તૈયાર કરવાનાં બાકી છે.રશ્મિ ન માત્ર લાગણીઓને વ્યક્ત કરશે પણ લોકોના ચહેરાને પણ ઓળખી બતાવશે. વર્ષ 2015માં હોંગકોંગની કંપની હેનસન રોબોટિક્સ લી.એ રશ્મિનું નિર્માણ કર્યું હતું, જ્યારે વર્ષ 2017માં સોફિયાને સાઉદી અરબની નાગરિકતા મળી ચૂકી છે. રંજીતે જણાવ્યું હતું કે, રશ્મિનું નિર્માણ કરવામાં બે વર્ષનો સમય લાગ્યો છે. અત્યાર સુધીમાં તેમની પાછળ રૂ. 50 હજાર સુધીનો ખર્ચ કરાયો છે, જોકે સંપૂર્ણ તૈયાર થતાં હજુ એકાદ-બે મહિનાનો સમય લાગશે. હાલમાં તે પોતના હોઠ અને આંખનું હલનચલન કરી શકે છે. આ સાથે ગરદન ફેરવીને ઇશારા પણ કરી શકે છે. આ ઉપરાંત તેનાં ધડનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે, જેમાં કેબલ્સ અને મશીન લગાવાયાં છે. રશ્મિ સાથેની એક-બે મુલાકાત બાદ તે સરળતાથી કોઈ પણનો ચહેરો ઓળખી શકે છે. તેની આંખમાં લાગેલા કેમેરા કોઈપણ ચહેરાનો ફોટો પાડી લે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તે ચહેરાને ઓળખવામાં મદદ કરે છે. અવાજ અને ટયૂન માટે ખાસ પ્રકારનાં સોફ્ટવેર તૈયાર કરાયાં
રાંચીના સર્જક રંજીત કહે છે કે, અવાજ અને ખાસ પ્રકારનાં ટયૂન માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું, જેને રશ્મિમાં રન કરવામાં આવ્યું છે. આર્િટફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તે ચહેરાઓ ઓળખીને સોફ્ટવેરમાં સેવ કરે છે. સોફ્ટવેરનો એલઆઈ નામનો પ્રોગ્રામ માણસની લાગણીઓનું અનેક રીતે વિશ્લેષણ કરે છે. જે પ્રક્રિયા ખૂબ જ સ્પીડથી થતી હોવાને કારણે તે તરત રિએક્શન આપે છે, જ્યારે એઆઈ નામનો પ્રોગ્રામ સામેની વ્યક્તિ ચોક્કસ શું બોલી છે તેને ઓળખીને મશીનને રન કરવા માટે આદેશ કરે છે. આ બંને પાસાંનું કોમ્બિનેશન રશ્મિને રિએક્શન અપાવે છે. સોફિયાના કોન્સેપ્ટ પરથી તૈયાર થયો રશ્મિ
રંજીતે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મારી મુલાકાત સોફિયા સાથે થઈ હતી. આ કોન્સેપ્ટ પરથી વિચાર આવ્યો કે એક દેશી ગર્લ તૈયાર કરવી જોઈએ. રંજીતે એમબીએ કર્યું છે અને સોફ્ટવેર એન્જિનિયરિંગમાં સારોએવો અભ્યાસ કર્યો છે, તેમનું સ્વપ્ન સુપર ઇન્ટેલિજન્સ દેશી મોડલ બનાવવાનું છે, જોકે એક વખત કોઈ સાથેની મુલાકાત બાદ સમગ્ર પ્રક્રિયા પાછળ એક કલાકનો સમય ખર્ચાય છે. એ દિવસો હવે દૂર નથી કે, હોટેલમાં વેઇટર અને જમવાનું પીરસવાનું કામ રોબોટ કરશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *