ફરાળી પીઝા: નિઘિ ઠાકર “ઠાકર ડેલીકસીસ”

ગુજરાત ધાર્મિક લાઇફ સ્ટાઇલ વિશેષ

ફરાળી પીઝા–

સામગ્રી-

1 કપ રાજગરાનો લોટ,

1/2 કપ શિંગોડાનો લોટ,

2 ટેબલસ્પૂન તેલ મોણ માટે,

1/2 ટીસ્પૂન મીઠું,

1 ટીસ્પૂન મરી પાઉડર,

1 ટી.સ્પૂન આદું.

રીત-

બધું ભેગું કરી પાણીથી લોટ બાંધવો જાડી ભાખરી વણી ઘી મૂકી કડક શેકી લેવી

ટોપીંગ માટે-

250 ગ્રામ છીણેલી કાકડી

1 ટેબલસ્પૂન આદું – મરચાની પેસ્ટ

3 ટેબલસ્પૂન શીંગ નો ભૂકો

1 ટીસ્પૂન લીંબુ નો રસ

1/2 ટીસ્પૂન ખાંડ

100 ગ્રામ પનીર

રીત-

છીણેલી કાકડી લેવી એમાં મીઠું નાખી નિચોવી પાણી કાઢી નાખવું તેમાં આદુ, મરચા, કોથમીર, શીંગ નો ભૂકો, લીંબુ, ખાંડ અને છીણેલુ પનીર નાખી મિક્સ કરી નોનસ્ટીક પેન ગરમ મૂકી બનાવેલ ભાખરી ઉપર બનાવેલ ટોપીંગ મૂકવું. ધીમા ગેસે ઢાંકીને બે મિનિટ થવા દેવું કટ કરી પીરસવુ-સંકલન દિલીપ ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply