પર્યાવરણ અને નાગ પંચમ : પ્રિયંકા જોષી ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

પ્રકૃતિએ કેટલું આપ્યું છે એનું સર્વં શ્રેષ્ઠ ઉદાહરણ માં આવતો તહેવાર એટલે નાગ પંચમ.

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અને એટલે જ આપણા દરેક તહેવાર પણ કૃષિ અને તેને લાગતા દરેક જીવને સન્માન આપવા માટે હોય છે.

નાગપંચમ ની બહુ જ બધી માન્યતાઓ અને વાર્તાઓ પ્રચલિત છે. એમની એક વાર્તા છે કે –
એક ગામ માં સાસરિયા ના ત્રાસ થી નાની વહુ બહુ જ દુઃખી હોય છે પણ પોતાનું દુઃખ કહે તો પણ કોને એના પિયર કોઈ હોતું નથી. વહુને દિવસો ચઢે છે અને એક દિવસ વહુ નદી કિનારે કપડાં અને વાસણ ધોવા જાય છે , ત્યાં તાવેથા પણ લેતી જાય છે અને દૂધના વાસણ ચોંટેલા કોપડા ઉખાડી રાખે છે અને વિચારે છે કે કામ કરી તે ખાશે. પણ,તે નાગણ ખાઈ જાય છે. વહુ ખાલી વાસણ જોઈ ને બોલે છે કે “ભલે ખાઈ ગયા અને જેમ મારુ પેટ ઠરે એમ ખાનાર નું પેટ ઠરજો.”નાગણને આ સાંભળી દયા આવી જાય છે, અને વહુને પોતાની દીકરી તરીકે સ્વીકારી હંમેશ સાથ આપવાનું વચન આપે છે. નાગણ વહુની સુવાવડ કરાવી ખુબ કરીયાવર આપે છે… ટૂંકમાં વાર્તા માં નાગણ વહુને બહુ જ પ્રેમ આપે છે અને જીવનના અમુક અઘરાં પડાવના સમયે સાથ આપે છે.

આ વાર્તા આપ સૌ જાણો જ છો.
અને આજે આપણે પણ નાગપંચમ નો તહેવાર ઘરે પાણિયારે નાગ દેવતા નું ચિત્ર બનાવી, દિવા કરી , ઠંડી કુલેર અને શ્રીફળ વધેરી કરીયે છીએ.
પણ આની પાછળ એક સચોટ વિજ્ઞાન છે. અને તે સમજીશુ તો તહેવાર કેમ માનવો જોઈએ તેનું મહત્વ પણ સમજાશે.

આપણે જાણીયે છીએ એમ, સજીવો પોતાના ખોરાક માટે અન્ય જીવ પર આધારિત છે અને એક ખોરાક મેળવવા માટે એક શૃંખલા બનાવે છે,જેને આહાર શૃંખલા કહેવાય છે.

સૂર્ય પ્રકાશ માંથી ખોરાક વનસ્પતિ બનાવે છે, વનસ્પતિ ને તૃણાહારી પ્રાણીઓ (વનસ્પતિ પર નભતા પ્રાણીઓ ) ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ઉંદર (તૃણહારી)અને સાપ ઉંદર ને પોતાનો ખોરાક બનાવે છે.
જો સાપ ઉંદરને પોતાનુ આહાર ના બનાવે તો ખેડૂત મિત્રો જે આપણા માટે પાક ઉત્પાદન કરે છે તે ઉંદર અને તેના જેવા બીજા પ્રાણીઓ પાકને ખાઈ જાય.

નાગપંચમ શ્રાવણ મહિનાની અંધારી પંચમ પર ઉજવાનું મુખ્ય કારણ જ એમ છે.
ખેડૂત મિત્રો એ જે પણ પાક ચોમાસા માં વાવ્યો હોય અને તે લગભગ આ સમય સુધી માં થોડો તૈયાર થઇ ગયો હોય અને તેને ઉંદર થી બચવા અને અન્ય બીજા પ્રાણીઓ નુકસાન થી બચવા માટે સાપ ખુબ જ સહાય કરે છે અને આડકતરી રીતે આપણે તેમને આભાર માનીયે છીએ આવી રીતે નાગ પંચમ ઉજવીને।

પણ સાચી નાગપંચમ તો જ માનવી કહેવાય જો આપણે વર્ષ ભર કોઈ પણ રસાયણથી નહિ પણ કુદરતી રીતે બનેલા ખોરાકનું ઉત્પાદન કરીયે અને કુદરતી જ ખોરાક એટલે કે ઓર્ગનીક ને ખાઇએ.

રાસાયણિક ખેતી થી આહાર શ્રુંખલા માં અડચણ આવે છે. પાક રાસાયણિક રીતે બને, તેવો પાક ખાવાથી તૃણાહારી પણ નાશ પામે અને અંતે તૃણહારી પર નભનારા સાપ ને તેનો ખોરાક પૂરતો મળે નહી.

કુદરત માં આપણે ઘણું મળ્યું છે તેનો આભાર માનવાની રીત ભલે ગમે તે હોય, કુદરત નું એહસાસ જીવનભર રહે છે.
જેટલું આપણા વડીલોના તહેવાર ઉજવવાની રીત અને તેમની વાતો પર ધ્યાન આપીશુ.

ખરેખર નાગપંચમ અને અન્ય બીજા તહેવાર માત્ર એક જ દિવસ નહિ આખું વર્ષ મનાવું જોઈએ. અને, પર્યાવરણના સાચવવું જોઈએ.

પર્યાવરણને આદર અને સત્કાર કરવા માટે આપણા તહેવાર છે.

આપ સૌને નાગપંચમની શુભકામનાઓ.
: પ્રિયંકા જોષી ભટ્ટ

TejGujarati
 • 58
 •  
 •  
 •  
 •  
 •  
  58
  Shares
 • 58
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *