જીટીયુ કોલેજને આઈપીઆર એવોર્ડ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ વિશેષ સમાચાર

પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા બદલ જીટીયુના નિષ્ણાત

અને સંલગ્ન કૉલેજ આઈપીઆર એવોર્ડથી સન્માનિત

અમદાવાદઃ પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના નિષ્ણાત અને એક્યુપ્રેક રિસર્ચ લેબ્સના સલાહકાર બોર્ડના અધ્યક્ષ પદ્મીન બુચ તેમજ સંલગ્ન કોલેજ સાલ ઈન્સ્ટીટ્યુટને આઈપીઆર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન તરફથી યોજવામાં આવેલા આઈપી ફેસ્ટ 2018 અંતર્ગત આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સાલ કૉલેજ વતી આ એવોર્ડ સંસ્થાના ડિરેક્ટર અને જીટીયુના બીઓજી સભ્ય ડૉ. રૂપેશ વસાણીએ સ્વીકાર્યો હતો.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ)નવીન શેઠે પદ્મીન બુચ અને સાલ કૉલેજને અભિનંદન આપતા કહ્યું હતું કે જીટીયુ તરફથી આઈપીઆર અને પેટન્ટને લગતા વિવિધ કોર્સ પણ શરૂ કરવામાં આવેલા છે. યુનિવર્સિટીના સઘન પ્રયાસોને પરિણામે જીટીયુ અને સંલગ્ન કૉલેજોના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો તરફથી આશરે ૩૫૪ પેટન્ટ માટેની અરજીઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સંશોધનકારો અને સ્ટાર્ટ અપને આઈપીઆર અને ઈનોવેશનને લગતી વિગતવાર જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા પણ જીટીયુ તરફથી કરવામાં આવી છે.

સંકલન-દિલીપ ઠાકર

.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *