G1 : જિંદાદિલી ની ખેલદિલી ! નિલેશ ધોળકીઆ

સમાચાર

અનિશ્ચિતતા એ જ છે જીવન !
સદા રહે સૌ માટે સુલભ કવન !

મારુ – તમારુ, કોનું ક્યાં, ક્યારે, કેવું અને શું થવાનું છે એની કોઈને ય કશી જ ખબર નથી ! છતાં કલ્યાણકારી બંદગી જેવી જિંદગી જીવવા ને જાણવા કે માણવા જેવી તો ખરી – મીઠી, તીખી, ખારી, મોળી, ખારી : મતલબ ચગળવા ને મમળાવવા જેવી, હો !

કાલનું શું !? કોણ સાથ આપશે, કોણ મદદે આવશે, કોણ દુઃખો મટાડશે ને કોણ સ્નેહ + સ્મિતથી ભીંજવશે !? એવા ધૂળ જેવાં મૂલ્યોને વળગીને ફાલતુના આયોજનમાં અમૂલ્ય વર્તમાનની જે કિંમતી પળો ગુમાવી રહ્યા છીએ એનો હિસાબ કોણ આપશે !? એવી જીંદગી ઝંખુ કે, જેટલા પણ દિ’ બાકી રહ્યા છે તેમાં જે પણ સમય સંજોગો અનુસારની જીંદગી હોય : હસતો રહું, હસાવતો રહું, પ્રેમ વરસાવતો રહું, કોઈના સારા નરસા વખતમાં ઉપયોગી બનુ, તન મન ધનથી પણ ક્યારેક કોઈના ખપમાં આવુ.

તકલીફો કે અડચણો તો સૌને હોવાની. રોતી સુરત રાખીશ તો લોકો પણ ભાગશે, સંતાપશે કે વગોવશે.

ટુંકમાં, જે પણ ઉપલબ્ધ છે તેને પૂરા ને સાચા અર્થમાં ઉજવુ ને સત્કાર્યો દ્વારા ઉપયોગી બનુ. જે વીતી ગયુ એ વીતી ગયુ. અફસોસ ચોક્કસ થાય અને થવો ય જોઈએ પણ એને વળગી રહેવાથી ગુમાવેલુ પરત નહીં જ મળે પણ જે છે તે પણ ખોઇશું. આનંદ + મંગળ + ખુશીની પળો હરદમ રાહ જોઈને બેઠી હોય છે. શક્ય છે કે, તે ક્યારેક નરી આંખે દેખાય નહીં – કદાચ એને ફંફોસવી પણ પડે, તો ક્યારેક વળી ઉડીને આંખે ય વળગી જાય !

વ્હાલા મનવા, ગા ગા ગા ગાયેજા ઔર તું મુસ્કુરાયેજા, જો ભી મિલે રાહમેં, ગલે ઉસે લગાયે જા…

સકળ વિશ્વમાં અત્ર, તત્ર, સર્વત્ર અમન + શાંતિ + પ્રગતિ વાસ્તે પ્રાર્થના !

– નિલેશ ધોળકિયા ✅ ??

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *