રથયાત્રા સ્પેશ્યલ સ્ટોરી

સમાચાર

મુરલીદાસજી મહારાજ / ગુરુ સેવાદાસજી મહારાજ. એક એવુ નામ, કે જે અમદાવાદમાં વષોઁથી નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે સંકળાયેલુ છે.જગન્નાથજી મંદિરના ગાદીપતિ મહંત શ્રી રામેશ્વરદાસજી મહારાજ જયારે દેવલોક પામ્યા /રામચરણ પામ્યા, ત્યારબાદ મંદિરનાં ગાદીપતિ તરીકે મુરલીદાસજી મહારાજ ને ગાદી સોપવાની હતી. પરંતુ મુરલીમુરલીદાસજી મહારાજે સહજતાથી અને સ્વાઇચ્છિક રીતે આ ગાદી પર બેસવાની ના પાડી હતી.અને ત્યારબાદ હાલના ગાદીપતિ મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ની ગાદીપતિ તરીકે વરણી કરવામાં આવી હતી.મુરલીદાસજી મહારાજ મૂળ નાસિક મહારાષ્ટ્ર નાં વતની હતા. તેઓનો જન્મ તા: ૬/૯/૧૯૩૦ના રોજ થયો હતો.તેઓ બાર વષઁની નાની વયેજ ઘર નો /વતન નો ત્યાગ કરીને નીકળી ગયા હતા, અને અમદાવાદમાં આવેલ ભગવાન જગન્નાથજી ના મંદિર સાથે સેવા, પૂજા સાથે સંકળાયેલા હતા.તેઓ અમદાવાદ વિકટોરીયા ગાડઁન પાસે મહાલક્ષ્મી મંદિરની સામે આવેલા જગન્નાથજી મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી રામજી મંદિર મા રહેતા હતા અને આ મંદિર ની સેવા પૂજા સાર સંભાળ કરતા હતા. દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં માતા સુભદ્રાજીનાં રથમાં સવાર થઈને વષોઁ સુધી સેવાઓ તેઓએ આપી હતી.પરંતુ ૨૦૧૨ મા એક દુઃખદ ઘટના ઘટી હતી. તેઓ રથયાત્રામાં માતા સુભદ્રાજી નાં રથમા સવાર હતા, અને રથયાત્રા શહેરમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક કોઇ ભક્તો દ્વારા છુટુ નારિયળ/શ્રીફળ રથ ઉપર ફેકાતા તે નારિયળ મુરલીદાસજી મહારાજને હાથ ઉપર વાગતાં તેઓને ઇજા થયેલી અને ત્યારબાદ તે ઇજા ગંભીર સ્વરૂપ લેતા હાથમા પરુ થઇ ગયેલ/ તેઓને ડાયાબિટીસ ની બિમારી હોવાથી હાથ પાકી ગયેલ. અને ના છુટકે ડોકટરોના જણાવ્યા પ્રમાણે તેઓનો એક હાથ કાપવાની ફરજ પડેલ. મુરલીદાસજી મહારાજ ખુબજ જ્ઞાની હતા તેઓ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી અને ઉદુઁ ભાષાઓ જાણતા હતા, અને તેમા પારંગત હતા.ખાસ કરીને ઉદુઁ ભાષામાં લખાયેલ પવિત્ર ગ્રંથ કુરાન તેઓને કંઠસ્થ હતુ.કયારેક કોઇક મુસ્લિમ બિરાદરો જોડે વાત કરે ત્યારે તેઓ પવિત્ર ગ્રંથ કુરાન ની આયાતો અને કલમા મોઢે પઢતા હતા.જે જોઈએ ને મુસ્લિમ બિરાદરો અચરજ પામતા હતા.રામજી મંદિર ની બાજુમાં આવેલ રાહુલ વછેટા ના પરીવાર દ્વારા વષોઁથી મુરલીદાસજી મહારાજ ની સેવાઓ પૂરી પાડતા હતાં.તેમા ખાસ કરીને રાહુલ વછેટા નાનપણથી જ મુરલીદાસજી મહારાજ ની સાથે સેવા પૂજા સાર સંભાળ કરતા હતા,અને મુરલીદાસજી મહારાજ ના હાથ ના ઓપરેશન થી માંડી ને મુરલીદાસજી મહારાજ ના અસ્થિ વિસજઁન સુધી ની તમામ જવાબદારી/ સેવાઓ રાહુલ વછેટા દ્વારા પુરી પાડવામાં આવી હતી.રાહુલ વછેટા છેલ્લા ૧૮ /વર્ષ થી મુરલીદાસજી મહારાજ ની સેવા પૂજા સાર સંભાળ કરતા હતા.મુરલીદાસજી મહારાજ લાંબી બિમારીબાદ ૮૬/વર્ષ ની વયે તા: ૧૭/૬/૨૦૧૭ ના રોજ દેવલોક પામ્યા/રામચરણ પામ્યા હતા.ત્યારે જગન્નાથજી મંદિર ના ટ્રસ્ટીઓ અને વહીવટદારો અને આ મંદિર ના મુખ્ય ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા અને આ મંદિર ના હાલના ગાદીપતિ મહંત શ્રી દિલીપદાસજી મહારાજ હાજર રહ્યા હતા. મુરલીદાસજી મહારાજ ની અંતિમ યાત્રામા / પાલખી યાત્રા મા સૌ કોઈ હાજર રહ્યા હતાં.મુરલીદાસજી મહારાજ ની અંતિમ યાત્રા રામજી મંદિર વિકટોરીયા ગાડઁન થી નીકાળીને જમાલપુર સપ્તઋષિના આરા પાસે લઈ જવામા આવેલ તેમા ખાસકરીને મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉઘાડા પગે પગપાળા ચાલીને મુરલીદાસજી મહારાજ ને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. આ રથયાત્રા મા ધાર્મિક ભકતજનો ને ખાસ અપીલ કરીએ છીએ કે રથયાત્રા શહેરમાંથી પસાર થાય ત્યારે કોઈએ પણ રથ ઉપર કોઈ પણ પ્રકારની વસ્તુઓ કે પ્રસાદ છુટો ફેકવો નહીં.સૌને અમારા તરફથી જય જગન્નાથ.

TejGujarati
 • 94
 •  
 •  
 •  
 •  
 •  
  94
  Shares
 • 94
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *