ભારત માં સૌપ્રથમ વાર કોઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા બ્યૂટી કેર સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયોજિત ચિકિત્સા પદ્ધતિ દ્વારા બ્યૂટી કેર સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. જે ગુજરાત માટે તથા આપણા અમદાવાદ માટે ગૌરવની વાત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દેશ ના નિયમો આયુષ્ય વિભાગ દ્વારા અપાતી સેવાઓ માં સૌ પ્રથમ વખત સરકારી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે માનનીય આરોગ્ય મંત્રી કિશોર કાનાણી ના વરદ હસ્તે બ્યૂટી કેર થેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં ચહેરાની સુંદરતાને લગતી સમસ્યા તથા વાળની તમામ સમસ્યાઓ ની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે સારવાર તથા સૌંદર્યની જાળવણી માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આયુર્વેદિક ચિકિત્સા દ્વારા આયુર્વેદ વિભાગના નિયામક શ્રી રાજ રાજવન દિનેશચંદ્ર પંડ્યા સાહેબ કે જેઓ તેમના મેડિકલ ઓફિસરની કાબેલિયત પારખવામાં પારંગત છે. તથા નિત્ય નવા રચનાત્મક વિચારીને તાત્કાલિક અમલ બનાવવાનું સાહસ ધરાવે છે. શ્રી પંડ્યા સાહેબનો આ ઉત્સાહ તથા અન્ય જિલ્લાઓમાં અન્ય રાજ્યો તથા સંસ્થાઓ માટે પ્રેરણાત્મક સાબિત થશે. આ સ્ત્રીઓએ પણ ઉત્સાહ પૂર્વક કાર્ય સફળ બનાવેલ છે.આયુર્વેદ બ્યુટી થેરાપી સેન્ટર ખાતે સેવા આપનાર સૌંદર્ય નિષ્ણાત ડો શોભા દવે,કે જેઓ હેર એન્ડ સ્કીનમાં એમ.ડી.ની ડીગ્રી ધરાવે છે. તથા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ – જયપુર ખાતેની બ્યુટી થેરાપી ઇન આયુર્વેદ નો કોર્સ કરી સર્ટિફિકેટ મેળવેલ છે. તથા છેલ્લા ૧૫ વર્ષથી સૌંદર્ય ચિકિત્સા માં કાર્યરત છે. માનનીય નિયામક શ્રી પંડ્યા સાહેબે જાહેર જનતા આ સગવડ નો લાભ લેવા માટે અનુરોધ કરેલ છે. મધ્યમ વર્ગ માટે તથા જેવો આયુર્વેદમાં આસ્થા ધરાવે છે તેઓ માટે નિશુલ્ક બ્યુટી થેરાપી સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply