દહેગામ માં ઓરી રુબેલા રસીકરણ મામલે – અમ્રુત દેસાઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત

દહેગામ તાલુકામાં પાછલા ૪ દિવસમાં ૧૨૯૬૭ બાળકો ને રસીકરણ કરાયું

પેટા:૧૬૦૯૩ બાળકોના ટાર્ગેટ સામે ૧૨૯૬૭ બાળકોને સફળતા પૂર્વક રસી આપવામ આવી.

રાજ્ય સરકારના ઓરી રુબેલા રસીકરણ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું ત્યાર થી લઇ ને અત્યાર સુધી રસીકરણ અસુરક્ષિત છે તેવી વાતો વચ્ચે દહેગામ તાલુકામાં છેલ્લા ચાર દિવસોમાં ૧૨૯૬૭ બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

તાલુકા આરોગ્ય અધિકારી પાસે થી મળેલી માહિતી મુજબ ૧૯૦૯૩ બાળકો ને રસીકરણ કરાવવાનો ટાર્ગેટ હતો જેને અત્યાર સુધીમાં ૮૦.૫૭% કવર કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં ૧૨૯૬૭ બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે.બાકીના ૩૧૨૬ બાળકો ગેરહાજર હોવાને લીધે તેમનું રસીકરણ થઈ શક્યું નથી. આખા તાલુકાના આશરે ૮૦ હજાર બાળકોને રસીકરણ કરવાનુ છે જેમાંથી આ ચાર દિવસોમાં ૧૨૯૬૭ બાળકોને સફળતા પૂર્વક રસી મૂકવામાં આવી છે અને કોઈને પણ હજુ સુધી કોઈ આડઅસર ની જાણકારી મળી નથી.વધુ જાણકારી આપતા જણાવ્યું કે બાળકો અને વાલીઓ આ રસીકરણ થી ડરે નહિ,આ રસી સુરક્ષિત છે,અને રસી ન મુકવાથી વધુ ગેરલાભ છે માટે બધા બાળકોને આ રસી મુકાવવી જોઇએ.
સાથે સાથે બાળકોને વાલીઓ રસીકરણ કરાવવા આવે ત્યારે હળવો નાસ્તો કરાવીને આવે,આરોગ્ય વિભાગ બધી જ તકેદારી લઈ રહ્યું છે માટે વધુમાં વધુ બાળકો રસીકરણ કરવા તે અમારું લક્ષ્ય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *