ચોટીલા માં ગેટ ટુ ગૅધર

ગુજરાત ધાર્મિક

આજના આધુનિક યુગમાં સંયુક્ત કુટુંબની ભાવના ધરાવતો તપોધન બ્રહ્મ સમાજનો *ઈશ્વર પરિવાર*.
આજથી 11 વર્ષ પહેલાં એટલે કે 29/07/2007 ના રોજ રાંતેજ ગામના 63 સભ્યોના ઈશ્વર પરિવારે મીની અમરનાથથી ગેટ ટુ ગેધર ની શરૂઆત કરી હતી. દર ત્રણ મહીને પરિવારના દરેક સભ્યો એ મળવાનું એવુ નકકી કરવામાં આવ્યું આવી રીતે ઈશ્વર પરિવાર ના ગેટ ટુ ગેધર ની શરૂઆત કરવામાં આવી. આ ગેટ ટુ ગેધરમા બાળકોમાં સારા સંસ્કારનું સિચંન થાય તેવી પ્રવૃતિ કરવામા આવે છે,એક બીજાના વિચારોની આપ લે થાય,દર ત્રણ મહિને આવતા જન્મ દિવસની શુભકામના પાઠવવામાં આવે,જનરલ નોલેજ વધે એ માટે અડધો કલાક પ્રશ્ર્નોતરી કરવામાં આવે છે,દરેક વ્યક્તિ નો સ્ટેજનો ડર દુર થાય તેવી પ્રવૃતિ કરવામા આવે છે, વડીલ વંદના કરવામાં આવે છે અને બધા સાથે ભોજન લઈએ છીએ. આવતી 29/07/2018 ના રોજ આ ગેટ ટુ ગેધર ને 11 વર્ષ પુરા થાય છે. 11 વર્ષમાં ઈશ્વર પરિવારે 44 ગેટ ટુ ગેધર ગુજરાત તેમજ ગુજરાત બહાર કર્યા. અત્યારે ઈશ્વર પરિવાર મા 69 સભ્યો છે.સોશીયલ મીડીયાનો સારો ઉપયોગ કરવા ની શરૂઆત ઈશ્વર પરિવારે છેલ્લા એક વર્ષથી કરી છે. વોટ્સએપ મા દરરોજ રાત્રે 9:30 વાગ્યા એ એક સવાલ પુછવામાં આવે છે પરિવારના દરેક સભ્યો 9:30 વાગ્યા એ ઓનલાઈન થઈ જાય છે અને જવાબ આપે છે મહીના મા જે વધારે સાચા જવાબ આપે એને શીલ્ડ આપી સન્માનિત કરવામા આવે છે આવી રીતે જનરલ નોલેજ પણ વધે છે.ગઈકાલે 44 મુ ગેટ ટુ ગેધર ચોટીલા રાખવામા આવ્યુ હતુ.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *