ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા બ્યૂટી કેર સેન્ટરનો પ્રારંભ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા બ્યૂટી કેર સેન્ટરનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.જે ગુજરાત માટે તથા આપણા અમદાવાદ માટે ગૌરવની વાત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી,અમદાવાદ ખાતે 26-7-2018. ને ગુરૂવારના રોજ માનનીય આરોગ્યમંત્રી કિશોર કાનાણી નાં વરદ હસ્તે “આઈ કેર સેન્ટર”નું ઉદ્ઘાટન કરવામાં આવશે.જેમાં ચહેરા તથા વાળની સુંદરતા ને લગતી સમસ્યાઓ ની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિના મૂલ્યે સારવાર તથા સૌંદર્યની જાળવણી માટે યોગ્ય માર્ગદર્શન નિષ્ણાત દ્વારા આપવામાં આવશે.આ સુંદર કાર્યને સફળ બનાવવા આયુષ વિભાગનાં માનનીય નિયામકશ્રી રાજવૈદ્ય દીનેશચંદ્ર પંડ્યા સાહેબ કે જેઓ તેમના મેડિકલ ઓફિસર ની કાબેલિયત પારખવામાં પારંગત છે. તથા નિત્ય નવીન રચનાત્મક વિચારો ને તાત્કાલિક અમલમાં મુકવાનું સામર્થ્ય ધરાવે છે.શ્રી પંડ્યા સાહેબનો આ ઉત્સાહ તથા કાબેલિયત અન્ય જિલ્લાઓમાં, રાજ્યોમાં તથા દેશભરની સંસ્થાઓ માટે પ્રેરણાત્મક સાબિત થશે. આ કાર્ય માટે હોસ્પિટલના આર.એમ.ઓ શ્રી અમિત પટેલની વહીવટી કાર્ય કુશળતા તથા મહેનતે પણ અગત્યનો ભાગ ભજવ્યો છે. સાથે સાથે આ હોસ્પિટલના મેડિકલ ઓફિસર તથા તમામ સ્ટાફ દ્વારા પણ અથાગ પ્રયાસો કરવામાં આવેલા છે. આ બ્યૂટી કેર સેન્ટર ખાતે ફરજ બજાવનાર સૌંદર્ય નિષ્ણાત ડો.શોભા એન દવે,કે જેઓએ એમ.ડી. આયુર્વેદમાં હેર એન્ડ સ્કીન અભ્યાસ કરેલ છે. તથા તેઓએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદમાં આયુર્વેદ નો સર્ટિફિકેટ કોર્સ કરેલો છે.અને તેઓ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. આ સેવાઓનો લાભ લેવા માટે અનુરોધ કરેલ છે. આયુર્વેદમાં આસ્થા ધરાવનાર અને તમામ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

TejGujarati
 • 395
 •  
 •  
 •  
 •  
 •  
  395
  Shares
 • 395
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *