કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના 65 માં જન્મદિને ‘શબ્દજ્યોતિ’

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

તા. 31 જુલાઈ 2018 મંગળવારના રોજ સાંજે 5 કલાકે આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે કવિશ્રી જયંત ડાંગોદરાના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન અને શબ્દશ્રી દ્વારા કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના 65 માં જન્મદિને ‘શબ્દજ્યોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વરકાર ગાયક નયનેશ જાનીએ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ની 2 ગઝલનું ગાન કર્યું. કવિશ્રી હરદ્વાર ગોસ્વામી એ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો પરિચય, પ્રકાશિત પુસ્તકો અને મળેલ પારિતોષિકો વિશે વાત કરી હતી. ત્યારબાદ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટે પોતાના જીવનનો પરિચય વિસ્તારપૂર્વક આપ્યો.તેમજ સર્જન યાત્રા વિશે વાત કરી અને પોતાની ગુજરાતી અને ઉર્દુ ગઝલનો કાવ્યપાઠ કર્યો. કાર્યક્રમના અંતે હર્ષ બ્રહ્મભટ્ટે ભાવકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને પ્રશ્નના જવાબ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’ એ કર્યું. આ પ્રસંગે શહેરની સાહિત્ય રસિક જનતા તેમ જ સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા અને કવિશ્રીને જન્મદિનની શુભકામના પાઠવી હતી.

સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply